Surat News: સુરતમાં ટ્રક નીચે આવી જતા 4 વર્ષના બાળકનો કપાયેલો હાથ તબીબોએ ફરી જોડી દીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવાય છે. આ કહેવતને સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ફરીથી સાર્થક કરી છે. એકસીડન્ટમાં હાથ ગુમાવનાર સુરતના ચાર વર્ષના બાળકનો હાથ ફરીથી ડોક્ટરે શરીર સાથે જોડી નવું જીવન આપ્યું છે. બાળક હજી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. 3 જાન્યુઆરી 2024 ના રોજ જ્યારે બાળક ટ્રકની ટક્કરમાં આવીને ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે એ ટક્કરના સીસીટીવી પણ આવ્યા હતા.

3 જાન્યુઆરીએ અકસ્માતમાં કાથ કપાયો

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા 4 વર્ષનો ગૌરવને 3 જાન્યુઆરીના રોજ ડીંડોલી વિસ્તારમાં એક ટ્રકના ચાલકે અડફેટે લીધો હતો. ગૌરવ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ ટ્રક ચાલકે એને ટક્કર મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો. જેમાં ટ્રકનું ટાયર ફરી વળતા તેનો હાથ શરીરથી છૂટો પડી ગયો હતો.

ADVERTISEMENT

5 કલાક લાંબા ઓપરેશન બાદ હાથ જોડી દીધો

આ બાદ ગૌરવને ગૌરવને તાત્કાલિક શરીરથી જુદા પડેલા હાથની સાથે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. 4 વર્ષના ગૌરવ સાથે થયેલી આ ઘટનાને સિવિલના ડોક્ટરે પણ ગંભીરતાથી લીધી હતી અને એની સારવારમાં કોઈ કસર ના રહે એ માટેની તકેદારી રાખવામાં આવી હતી. ગૌરવના શરીરથી જુદો પડી ગયેલો હાથ ફરીથી જોડવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોક્ટરો કામે લાગ્યા હતા. 5 કલાકના ઓપરેશન બાદ અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોકટરની ટીમે ઇજાગ્રસ્ત ગૌરવના હાથને જોડવાનું સફળ ઓપરેશન કર્યું હતું.

ADVERTISEMENT

6 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો

મજૂર પરિવારના છ બહેનો વચ્ચે એકના એક ભાઈ એવા 4 વર્ષના ગૌરવનો હાથ ફરીથી શરીર સાથે જોડવા માટે ડોક્ટરની ટીમે ખૂબ કાળજી રાખી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોક્ટરો દ્વારા બાળકને શરીર સાથે ફરીથી હાથ જોડવા માટે 5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે.

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT