Surat: મેડમના તેવર તો જુઓ!! દર્દીઓને હાલાકી પર ગુજરાત તકના સવાલથી અકળાયા સુપ્રીટેન્ડેન્ટ
Surat News: કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરના ડૉક્ટર હડતાળ પર છે.
ADVERTISEMENT
Surat News: કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરના ડૉક્ટર હડતાળ પર છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉતરી ગયા છે, જોકે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરત, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લામાં ડોક્ટરો હડતાળ ઉતર્યા છે.
ગુજરાત તકના સવાલો પર અકળાયા ડૉક્ટર
સુરતની નવી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર છે. જેના કારણે હોસ્પિટલ મા આવતા દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. સારવાર માટે આવતા દર્દીઓને રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળની માહિતી હતી નહીં. એવામાં સુરત શહેર ખાતે આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને જે તકલીફો પડી રહી હતી તેને લઈ ગુજરાત તક દ્વારા નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ધારિત્રી પરમારને સવાલ પૂછવામાં આવ્યા હતા. પરંતુ તેઓ મીડિયાના સવાલોથી એકદમ અકળાઈ ગયા અને કોઈ પ્રકારનો જવાબ આપ્યા વગર જ કાર પર બેસીને જતાં રહ્યા. હવે મુખ્ય વાતએ છે કે જવાબદાર અધિકારી તરીકે જ્યારે દર્દીને પડતી હાલાકી અને અગવડતા અંગે જો તેમની પાસે કોઈ જવાબ નથી તો સવાલ કોને કરવો?
સયાજી હોસ્પિટલના RMOનું નિવેદન
બીજી તરફ જુનિયર ડોક્ટર એસોસિયેશનની હડતાળને લઈ સયાજી હોસ્પિટલના RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આ સમગ્ર ઘટનામાં હડતાળના પગલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા અમારા ડોક્ટરોને ફરજ પર રાખવામાં આવ્યા છે. આ સાથે વધુ જરૂર જણાશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. થોડી તકલીફ પડશે પરંતું અમારાં તરફથી પૂરતી વ્યવસ્થા કરીશું.
ADVERTISEMENT
(ઇનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT