'હું ધારાસભ્યનો છોકરો છું, તું ગમે એને કઈ દે જા...', યુવકે કંડક્ટરનો કોલર પકડીને રોફ જમાવ્યો!

ADVERTISEMENT

surat news
સુરત સિટી બસમાં બબાલ
social share
google news

સિટી બસ, બીઆરટીએસ કે ST બસમાં ડ્રાઈવર-કંડક્ટરો અને લોકો વચ્ચે માથાકૂટની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હવે સુરતમાં બીઆરટીએસ બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સિટી બસના કંડક્ટરનો કોલર પકડીને એક મુસાફરે ઉગ્ર બોલચાલી કરી હતી. તેણે કંડક્ટરનો કોલર પકડી પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ માર્યો હતો. એટલું જ નહીં, પોતાની એક બેગમાં રૂપિયાના બંડલ દેખાડી રોફ જમાવ્યો હતો. આ ઘટનાનો કંડક્ટરે વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે 'ગુજરાત તક' આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

યુવકે કંડક્ટરનો કોલર પકડીને રોફ જમાવ્યો

સુરતમાં બીઆરટીએસ બસમાં કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો. આ દરમિયાન આ યુવક બસમાં સવાર થયો હતો. ત્યારબાદ દરવાજા પાસે કેમ ઉભો છે કહીને યુવકે કંડક્ટરનો કોલર પકડી લીધો હતો. જેને લઈને કંડક્ટર અને યુવક વચ્ચે ટકરાવ થયો હતો. જે દરમિયાન યુવકે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવીને કંડક્ટર સાથે દાદાગીરી કરી હતી. ત્યારબાદ યુવકે પોતાની બેગમાંથી 500 રૂપિયાની નોટના બંડલો બતાવીને રોફ જમાવ્યો હતો.

'તુ મને શું ભિખારી સમજે છે...'

યુવકે કહ્યું હતું કે, તુ મને શું ભિખારી સમજે છે. હું ધારાસભ્યનો દીકરો છું. વરસાદ ચાલુ છે તો દરવાજે ઉભુ રહેવાનું. તો કંડક્ટરે કહ્યું કે, મારો કોલર શા માટે પકડ્યો. તો યુવકે કહ્યું કે, પકડ્યો તો પકડ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ADVERTISEMENT

ઘટનાને લઈને નોંધાઈ પોલીસ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં રૂટ નંબર 148 સિટી બસમાં કંડક્ટર અને યુવક સાથે માથાકૂટ થઈ હતી. કંડક્ટરનો કોલર પકડીને માથાકૂટ કરવા મામલે 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ યુવક સુમૂલ ડેરી પાસે જ ઊતરીને જતો રહ્યો હતો. પરંતુ ધારાસભ્યનો દીકરો હોવાની ઓળખ આપી રહેલો યુવક કોણ છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT