Surat: 18 વર્ષના નબીરાએ પૂરપાટ કાર હંકારીને ટુ-વ્હીલર ચાલકને ઉડાવ્યો, સ્થળ પર જ યુવકનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: સુરતના પાલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા નબીરાએ 20 વર્ષના ટુ-વ્હીલર ચાલકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. વાહન પરથી હવામાં ફંગોળાઈને નીચે પડેલા યુવકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે પોલીસે 18 વર્ષના કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ એકના એક દીકરાના મોતથી મૃતકના પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

ટુ-વ્હીલર ચાલકને કારે ટક્કર મારી

વિગતો મુજબ, સુરતના પાલ ગૌરવપથ પેવેલિયન પ્લાઝા પાસે ધ્રુવાંગ પટેલ નામનો 20 વર્ષનો યુવક ટુ-વ્હીલરથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે જ પૂરપાટ ઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ધ્રવાંગ 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. અકસ્માત બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા, જોકે સ્થળ પર જ તેનું મોત થઈ ગયું હતું.

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જેમાં કાર ચાલક 18 વર્ષનો દેવ પટેલ હોવાનું સામે આવ્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી હતી. અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ધ્રુવાંગને રોડ ક્રોસ કરતા પૂર ઝડપે આવતી કારે ઉડાવી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT