Surat News: બિલ્ડર હનીટ્રેનો બન્યો શિકાર, મળવા પહોંચતા જ યુવતીએ દરવાજો બંધ કર્યો, અચાનક આવી નકલી પોલીસ

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
Surat News
social share
google news

Surat Crime News: સુરતમાં હનીટ્રેપનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીએ બિલ્ડરને ફસાવીને મળવા માટે મકાનમાં બોલાવ્યો હતો. અને બાદમાં ચાર જેટલા શખ્સોએ પોલીસ તરીકે પોતાની ઓળખ આપીને બિલ્ડર પાસેથી રૂ.30 લાખનો તોડ કર્યો હતો. આ મામલે સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બિલ્ડર યુવતીને મળવા ગયો હતો

વિગતો મુજબ, સુરતના અડાજણમાં રહેતા એક બિલ્ડરને શુશાંત નામની વ્યક્તિએ વોટ્સએપથી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને મજા માણવા માટે બોલાવ્યો હતો. આ બાદ બિલ્ડર અડાજણના નૂતન રો હાઉસના એક બંગલામાં ગયો હતો. અહીં બિલ્ડર રૂમમાં પ્રવેશતા જ બે-ત્રણ શખ્સો દોડી આવ્યા હતા અને બિલ્ડરને 'તમે ખોટા ધંધા કરો છો, તમારી પર પોલીસ કેસ કરવો પડશે' કહીને પકડી લીધા હતા. આ બાદ નકલી પોલીસ આવે છે અને બિલ્ડરને માર મારવામાં આવે છે. 

બિલ્ડરને ફરાવી દેવી ધમકી આપી પૈસા પડાવ્યા

બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ઘરમાં ગોંધી રાખવામાં આવે છે. બાદમાં તેની પાસેથી કેસ ન કરવા માટે રૂ.30 લાખની માંગણી કરવામાં આવી. બિલ્ડરને સમાજમાં બદનામીના ડરથી 30 લાખ રોકડા આપી દીધા હતા. જોકે બાદમાં તેણે પોતાના પરિવારને હિંમત કરીને સમગ્ર વાત જણાવતા અડાજણ પોલીસ સ્ટેશનમાં 1 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ADVERTISEMENT

પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે બે આરોપીઓની અટકાયત કરી લીધી છે. બંને આરોપીઓ પૈકીનો એક મહેશ ઉલ્વા કતારગામનો જ રહેવાસી છે અને 4 મહિના અગાઉ જ તેણે આ રીતે પોતાની ગેંગ સાથે મળીને એક વીમા એજન્ટને ફસાવ્યો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં તેને જેલ પણ થઈ હતી. જોકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેણે પોતાના ધંધા શરૂ કરી દીધા હતા અને બિલ્ડરને પોતાનો શિકાર બનાવ્યો હતો. 

    follow whatsapp

    ADVERTISEMENT