Surat: 'UP-રાજસ્થાનવાળા લોકો પાસેથી વસ્તુ લેવાનું બંધ કરી દો', ભાજપ નેતાના પતિની વિવાદિત પોસ્ટ
Surat News: દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળી નથી અને સરકાર બનાવવા સાથી પક્ષો પર આધાર રાખવો પડશે. ભાજપને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આ ચૂંટણીમાં ઓછી સીટો મળી છે.
ADVERTISEMENT
Surat News: દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળી નથી અને સરકાર બનાવવા સાથી પક્ષો પર આધાર રાખવો પડશે. ભાજપને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આ ચૂંટણીમાં ઓછી સીટો મળી છે. ચૂંટણી પરિણામ બાદથી ભાજપ-કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં ભાજપના મહિલા નેતાના પતિએ કરેલી એક પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે. જેને કોંગ્રેસ દ્વારા વાઈરલ કરવામાં આવી છે.
ભાજપના મહિલા નેતાના પતિએ કરી વિવાદિત પોસ્ટ
હકીકતમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ સુરત શહેર ભાજપ ઉપાધ્યક્ષ તેજલબેન કાપડિયાના પતિ વિક્રાંત શ્યામ કાપડિયાએ ફેસબુક પર UP અને રાજસ્થાનના લોકોનો બહિષ્કાર કરવાની અપીલ કરતી વિવાદિત પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં બંને રાજ્યના લોકોનો બહિષ્કાર કરવાનું કહીને તેમની પાસેથી કોઈ ખાવા-પીવાનું કે વસ્તુ ન ખરીદવા તેઓ પોસ્ટમાં કહે છે. જેને કોંગ્રેસના નેતા અસ્લમ સાઈકલવાળાએ વાઈરલ કરી છે અને કહ્યું છે કે, પહેલા સુરત ભાજપમાં રહેલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના નેતાઓનો બહિષ્કાર કરો પછી બીજા માટે આવી જાહેર અપીલ કરવી જોઈએ.
કોંગ્રેસે પોસ્ટ વાઈરલ કરીને ભાજપ નેતાઓને શું કહ્યું?
ભાજપના મહિલા નેતાના પતિ દ્વારા જ આ પ્રકારે પોસ્ટ કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. તો એક દિવસ પહેલા ગુરુવારે વડોદરામાં ભાજપના હોદ્દેદારે પણ યુસુફ પઠાણ માટે વિવાદિત પોસ્ટ કરી હતી. યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં TMCની સીટ પરથી ચૂંટણી જીતી જતા વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણીએ નામ લખ્યા વગર પોસ્ટ કરી કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘુસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT