સુરતમાં વિકાસના કામમાં અડચણ રૂપ ભાજપના પૂર્વ ધારાસભ્યના ફાર્મહાઉસ પર બુલડોઝર ફરી વળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: વિકાસના કામોમાં અડચણ રૂપ બનતા ધાર્મિક સ્થળ હોય કે પ્રાઈવેટ પ્રોપર્ટી, સરકારનો હથોડો હંમેશા કામ કરે છે. આવા અનેક ઉદાહરણો ગુજરાતમાં જોવા મળ્યા છે. આવું જ એક તાજેતરનું ઉદાહરણ ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યું છે જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો છે.

એરપોર્ટથી ડુમ્મસ રોડ બનાવવામાં ફાર્મહાઉસનો કેટલોક ભાગ આવતો હતો
નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સુરત એરપોર્ટથી ડુમ્મસ તરફ જતો રસ્તો બદલવામાં આવી રહ્યો છે. જૂના રોડને બંધ કરીને નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના તત્કાલિન ધારાસભ્ય ઝંખના પટેલે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ બની રહેલા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ ભાજપે ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ઝંખના પટેલની ટિકિટ કાપીને સંદીપ દેસાઈને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

મહાનગરપાલિકાએ ફાર્મહાઉસના રસ્તાની બાજુનો ભાગ તોડ્યો
ઑહવે જે નવા રોડ માટેનું ખાતમુહૂર્ત ભાજપના તત્કાલિન ધારાસભ્ય ઝંખના પટેલે કર્યું હતું તેના જ નિર્માણમાં તેમના ફાર્મ હાઉસના કારણે અડચણો આવી રહી હતી. અગાઉ દબાણને પગલે ફાર્મ હાઉસનું ડિમોલિશન થવાનુ હતું, પરંતુ તેઓ ધારાસભ્ય હોવાથી તેમના દબાણના પગલે ડિમોલિશન ન થયું હોવાની ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે. તેઓ હવે ભાજપના ધારાસભ્ય ન હોવાથી, સુરત મહાનગરપાલિકાએ તેના ફાર્મહાઉસના રસ્તાની બાજુનો ભાગ તોડી નાખ્યો છે જે નવો રોડ બનાવવામાં અવરોધ બની રહ્યો છે. જે બાદ બીજેપી ધારાસભ્યએ પણ પોતાના ફાર્મહાઉસની બાઉન્ડ્રી બનાવવાનું શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

ભાજપના પૂર્વ ધારાસભ્યને ફાર્મ હાઉસ તોડી પાડવા માટે કહેવામાં આવી રહ્યું છે, તેમણે પણ સંમતિ દર્શાવી હતી અને ત્યાર બાદ જ સુરત મહાનગર પાલિકાએ ફાર્મ હાઉસનો કેટલોક ભાગ તોડી પાડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT