સુરતમાં નબીરાઓને પોલીસનો પણ ખૌફ નહીં, ગાડીઓથી રસ્તો રોક્યો, અડધી રાત્રે ફટાકડા ફોડી બર્થ-ડે ઉજવ્યો
સુરત: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. મોડી રાત્રે પોલીસની ડ્રાઈવ વચ્ચે…
ADVERTISEMENT
સુરત: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. મોડી રાત્રે પોલીસની ડ્રાઈવ વચ્ચે પણ નબીરાઓને જાણે કાયદા કે પોલીસનો કોઈ ખૌફ જ નથી તેમ લાગી રહ્યું છે. સુરતમાં પોલીસના જાહેરનામોના લીરેલીરા ઉડાવીને રોડની વચ્ચો વચ ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
શહેરના સરથાણા વિસ્તારમાં બનેલા રિગ રોડ પરના કથિત વાઈરલ વીડિયોમાં કેટલાક યુવાનોએ જન્મદિવસની ઉજવણી માટે આખો રસ્તો બ્લોક કરી દીધો છે અને રોડ પર જ કાર ઊભી રાખવામાં આવી છે, જેના બોનેટ પર 10 જેટલી કેક પડી છે અને ત્યાં જ રોડ પર ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો શનિવારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં મોટી સંખ્યામાં યુવકોનું ટોળું દેખાઈ રહ્યું છે અને રોડ પર ઊભેલા છે.
નોંધનીય છે કે, રવિવારે રાત્રે પણ એક કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક દારૂના નશામાં હતો અને BRTS રૂટમાં બેફામ કાર હંકારી હતી. જે બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. ત્યારે ફરી એકવાર નબીરાઓ સરેઆમ કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
ADVERTISEMENT
સુરતમાં રોડની વચ્ચે નબીરાઓએ ફટાકડા ફોડીને બર્થડે ઉજવ્યો, વીડિયો વાઈરલ#SuratNews #ViralVideo pic.twitter.com/u6uYIuarb3
— Gujarat Tak (@GujaratTak) August 1, 2023
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT