Surat News: સુરત એરપોર્ટ પર વિમાનની ટ્રક સાથે ટક્કર, 160 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Surat News: સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટનો અકસ્માત સજાયો હતો. ગઇકાલે રાત્રે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રનવેથી એપ્રેન તરફ જઇ રહી હતી ત્યારે એક વિંગ રન-વેની સાઇડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ જેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી.
ADVERTISEMENT

ફ્લાઈટની પાંખ ટ્રક સાથે અથડાઈ
આ બનાવ બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દીધી હતી. 180 સીટરની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં 160 સવાર હતા. ઘટના બાદ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ હોય તેના કોઈ અહેવાલ આવ્યા નથી.
ADVERTISEMENT
મુસાફરોના જીવમાં જીવ આવ્યો
ટ્રક સાથે વિમાનના પાંખની ટક્કરથી પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી ટીકા પણ કરી છે.
ADVERTISEMENT