સુરત આગ દુર્ઘટના: 8 કામદારો 70થી 100 ટકા સુધી દાઝી ગયા, હોસ્પિટલમાં દયનીય હાલતમાં
Surat Fire Incident: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં…
ADVERTISEMENT
Surat Fire Incident: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો દાઝી ગયા હતા, જ્યારે ગુમ થયેલા 7 કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળ્યા હતા. ઈજાગ્રસ્ત કામદારોમાં આઠથી વધુ કામદારો 70 થી 100 ટકા સુધી દાજી જતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
કામદારોની ચિચીયારીથી વિસ્તાર ગુજી ઉઠ્યો
સુરતના સચિન GIDC ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે સ્ટોરેજ ટેંકમાં આગ સાથે બ્લાસ્ટ થયો હતો. આ સમયે કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો આગની જપેટમાં આવી ગયા હતા. જેના પગલે સચિન જીઆઇડીસીનો વિસ્તાર કામદારોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં દાઝી ગયેલા કામદારોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
ADVERTISEMENT
કામદારો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે
આગની ઘટનામાં 7 કર્મચારીઓ લાપતા થઈ ગયા હતા. જેની કંપનીના મેનેજરે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાણવાજોગ અરજી કરી હતી. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ દરમિયાન ગુમ થયેલા કર્મચારીઓમાં દિવ્યેશ કુમાર પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહનો સમાવેશ થાય છે. ત્યારે આ 7 કર્મચારીઓના હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT