Breaking News: Surat માં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

Accident
બાળકો, ટીચર અને બસ ડ્રાયવર ઈજાગ્રસ્ત
social share
google news

Surat School Bus Accident: રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી. એવામાં આજે સુરત ખાતે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત થયાની ઘટના બની છે. 

બાળકો, ટીચર અને બસ ડ્રાયવર ઈજાગ્રસ્ત

માંડવીના ઉશ્કેર ગામ નજીક માર્ગ નિર્માણની કામગીરી દરમ્યાન સામ સામે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, બસ ચાલક અને 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત થયા છે. સરસ્વતી વિધ્યાલયના બાળકો, ટીચર અને બસ ડ્રાયવરને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા છે. તેમજ ઈજાગ્રસ્તોને 108માં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT