સુરતમાં બેફામ કાર ચાલકે BRTS ટ્રેકમાં 3 બાઈક અને 2 રાહદારીઓને ઉડાવ્યા, પબ્લિકે ચાલકને મેથીપાક આપ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની (Ahmedabad Accident) યાદો ફરી એકવાર સુરતમાં તાજી થઈ છે. શહેરના કાપોદ્રામાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા એક કાર ચાલકે બીઆરટીએસ ટ્રેકમાં 3 બાઈક અને બે રાહદારીઓને ઉડાવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. તો ચાલક દારૂના નશામાં હોવાની પણ આશંકા છે.

મોડી રાત્રે BRTS ટ્રેકમાં અકસ્માત

વિગતો મુજબ, કાપોદ્રા વિસ્તારમાં એક સ્વિફ્ટ ચાલકે મોડી રાત્રે BRTS ટ્રેકમાં 3 બાઈક અને બે રાહદારીઓ સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કારની ટક્કરમાં બાઈક ફંગોળાઈ ગયા હતા, તો અકસ્માત બાદ કાર 25 ફૂટ દૂર જઈને ઊભી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

તમામ ઈજાગ્રસ્તો ગંભીર હાલતમાં

બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો કાર ચાલકને પણ ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિકો મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો. હાલમાં પોલીસ દ્વારા લોકોના આક્ષેપને પગલે ચાલકના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT