Surat News: મહિલા PSI અને પુત્ર પોલીસ ચોકીમાં જ લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat PSI Bribe Case: સુરતમાં લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSI અને તેમનો પુત્ર ACBના સકંજામાં રૂ.8 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. યુવક સામે થયેલી અરજીમાં અટકાયતની કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂ.10,000ની લાંચની માગણી કરવામાં આવી હતી અને બાદમાં 8000 રૂપિયા લેવા માટે તૈયાર થયા હતા. જોકે લાંચના પૈસા સ્વીકારતા જ ACBએ તેમને તથા પુત્રને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા જતા દલિતો નારાજ! સો.મીડિયામાં મેસેજ વાઈરલ થયા

ટેકનિશિયન સામે અરજી ન કરવા લાંચ માગી

વિગતો મુજબ, સુરતમાં એક વેપારીના ત્યાં નોકરી કરતા ટેકનિશિન સામે લાલગેટ પોલીસચોકીમાં અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ કરી રહેલા મહિલા PSI મંજુલાબેન પારગીએ ટેકનિશિયનની અટકાયત ન કરવા માટે તેની પાસેથી રૂ.10,000ની માંગણી કરી હતી. જોકે વાતચીત બાદ તેઓ લાંચમાં 8000 લેવા તૈયાર થયા હતા. 

આ પણ વાંચો: 'સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું

પોલીસચોકીમાં લાંચ લેતા પકડાયા

જોકે ટેકનિશિયનને લાંચ ન આપવી હોવાથી વેપારીને જાણ કરી હતી, જેમણે સુરત ACBને ફરિયાદ કરી હતી. જે બાદ સુરત ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ચોકીમાં જ મહિલા PSI વેપારી સાથે લાંચ અંગે વાત કરી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર તેમના પુત્ર અશ્વિને 8000ની લાંચ આપવા માટે કહ્યું હતું. જે પૈસા આપતા જ ACBની ટીમ ત્રાટકી હતી અને મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા હતા. નોંધનીય છે કે મહિલા PSIનો મહિને 70,000 પગાર હતો. છતાં પૈસાની લાલચે લાંચ માગતા ફસાયા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT