Surat: 95 વર્ષના માતાનું નિધન થતા 7 પુત્રો-8 પુત્રીઓએ ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે અંતિમ વિદાય આપી

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat News: સુરતમાં એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે એક પરિવારે તેમની 95 વર્ષીય માતાને ઢોલ વગાડીને અંતિમ વિદાય આપી. આ પરિવાર અંધશ્રદ્ધા વિરોધી છે અને મૃત્યુ પછીની પરંપરાગત પ્રક્રિયાઓમાં માનતો નથી. મૃતક માતાને 7 પુત્રો અને 8 પુત્રીઓ હતી, જેમણે સાથે મળીને ઢોલ વગાડીને માતાને વિદાય આપી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, તેમની માતા અને દાદીએ તેમને હંમેશા જીવનને સકારાત્મક અને સુખી બનાવવાનું શીખવ્યું હતું, તેથી તેમણે ઉજવણીના રૂપમાં અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું.

માતાને સંતાનોએ આપી અનોખી વિદાય

ઢોલ-નગારા સાથે સુરતના કતારગામ વિસ્તારમાંથી શરૂ થયેલી આ અનોખી અંતિમ યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મૃતક 95 વર્ષીય મણિબેન કાકડિયાનું નિધન થઈ ગયું હતું. આથી તેમના સંતાનોએ મૃત્યુનો શોક મનાવવાના બદલે મંગલમય બનાવવાનો નિર્ધાર કર્યો હતો અને ઢોલ વગાડીને તેમને અંતિમ વિદાય આપી હતી.

49 સદસ્યોના પરિવારે લીધો સંકલ્પ 

મણિબેનના પુત્ર મધુ કાકડિયા સત્યશોધક ટીમના સભ્ય છે અને તેઓ તેઓ વિજ્ઞા અને ધર્મ વચ્ચે ચર્ચા કરતા રહે છે.   પરિવાર તેમની અલગ પરંપરા દ્વારા સમાજને એક સંદેશ આપવા માંગે છે કે મૃત્યુ પછીની પ્રક્રિયાઓને બદલવાની અને જીવનને સકારાત્મક અને સુખી બનાવવા માટે કામ કરવાની જરૂર છે.મૃતક માતા મણીબેન કાકડિયાના સંતાનમાં 7 પુત્ર અને 8 પુત્રીઓ છે, જેમણે મળીને એક અનોખો નિર્ણય લીધો છે. આ પરિવાર માત્ર મોટો નથી, પરંતુ તેના સભ્યોએ એક સંકલ્પ લીધો છે જે સમાજ માટે એક ઉદાહરણ બની ગયો છે.

ADVERTISEMENT

સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનું લક્ષ્ય

આ પરિવારના સદસ્યએ જણાવ્યું કે, તેમનો પરિવાર મૃત્યુ પછી થતી ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ નથી કરતો, પરિવારમાં 49 લોકો એવા છે જેઓ તેમના દેહ દાનની જાહેરાત કરી ચૂક્યા છે. તેમની દાદી 95 વર્ષના હતા તેથી તેમનું શરીર દાન માટે યોગ્ય ન હતું. મૃત્યુ પછી પ્રવર્તતું અંધશ્રદ્ધાનું વાતાવરણ ટાળવું જોઈએ નહીં. મૃત્યુનો પણ સ્વીકાર કરવો જોઈએ અને તહેવારની જેમ ઉજવવો જોઈએ. દાદીમાએ ખૂબ સારું જીવન જીવ્યું છે તેથી અમે ઉજવણી કરી રહ્યા છીએ. અમારા દાદીના 7 પુત્રો છે, જેમાંથી દરેક સમાજની સેવામાં રોકાયેલા છે. તેમણે હંમેશા અમને બીજાને મદદ કરવાનું શીખવ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT