સુરતમાં તૈયાર થયું રાવણનું 65 ફૂટ ઊંચું પૂતળું, દશેરાએ ભવ્ય આતશબાજી સાથે થશે રાવણ દહન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat: સુરતમાં દશેરા પર રાવણ દહનના કાર્યક્રમને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આદર્શ રામ લીલા સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાવણ દહન માટે મથુરાથી કારીગરો બોલાવાયા છે અને 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું દશેરાના દિવસે દહન કરવામાં આવશે.

40 દિવસથી કારીગરો કરી રહ્યા છે મહેનત

સુરતમાં રાહણ દહન માટે 40 દિવસથી કારીગરો દ્વારા રાવણનું પૂતળું બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 65 ફૂટ ઊંચા આ પૂતળાનું દહન 24મી ઓક્ટોબરે વેસુ ખાતે આવેલા મેદાનમાં કરવામાં આવશે. જેને જોવા માટે હજારોની સંખ્યામાં મેદની જોવા મળી શકે છે. આ દરમિયાન ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે. ખાસ છે કે દર વર્ષે સુરતમાં આદર્શ રામ લીલા સમિતિ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે.

12 કારીગરો દિવસ-રાત કરી રહ્યા છે મહેનત

હાલમાં રાવણનું પૂતળું બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે 1 મહિનાથી પણ વધારે સમયથી 12 જેટલા કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. મથુરાના આ કારીગરો છેલ્લા 30થી વધુ વર્ષોથી રાવણનું પૂતળું બનાવવાનું કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT