‘મેરી ગર્લફ્રેન્ડ સે બાત ક્યુ કરતા હૈ’ સુરતમાં 13 વર્ષના સગીરે 12 વર્ષના છોકરાને છરીના ઘા માર્યા
Surat Crime News: સુરતના પાંડેસરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના એક બાળકે 12 વર્ષના એક બાળક પર છરીથી જીવલેણ હુમલો કર્યો. હુમલો…
ADVERTISEMENT
Surat Crime News: સુરતના પાંડેસરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના એક બાળકે 12 વર્ષના એક બાળક પર છરીથી જીવલેણ હુમલો કર્યો. હુમલો કરનાર સગીર એક સગીર કિશોરીના પ્રેમમાં હતો, જેની સાથે પીડિત બાળક વાતચીત કરતો હતો, જેના કારણે ગુસ્સે થઈને સગીરે છરી મારી દીધી હતી. ભણવાની અને રમવાની ઉંમરમાં જીવલેણ હુમલા જેવી આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય.
કચરો નાખવા ગયેલા બાળકને છરી મારી
વિગતો મુજબ, ઉત્તર પ્રદેશનો વતની પરિવાર 5 મહિના પહેલા નોકરી માટે સુરત આવ્યો હતો અને પાંડેસરાની જય અંબે સોસાયટીમાં રહે છે. આ પરિવાર પાંડેસરામાં જ ફેબ્રિકેશનનું કામ કરીને ગુજરાન ચલાવે છે. પરિવારનો 12 વર્ષનો પુત્ર આદિત્ય ઘર પાસે કચરો ફેંકવા ગયો ત્યારે સોસાયટીમાં જ રહેતો 13 વર્ષનો સગીર ત્યાં આવ્યો અને ‘તુને મેરી ગર્લફ્રેન્ડ કો નામ ક્યુ પૂછા ઉસસે બાત ક્યુ કરતા હૈ’ કહીને છરીના 13 જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ બાદ સગીર ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જોકે આદિત્ય લોહીલુહાણ હાલતમાં ઘરે રડતા રડતા આવતા પરિજનો પણ ડરી ગયા હતા અને ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હુમલા બાદ બાળકે પોલીસને શું કહ્યું?
બીજી તરફ હુમલો કરનાર 13 વર્ષીય સગીર પરિવાર સાથે જય અંબે સોસાયટીમાં જ રહે છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે. પાંડેસરા પોલીસ દ્વારા હાલમાં હુમલો કરનાર 13 વર્ષીય બાળકની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પૂછતા સગીરે કહ્યું, ‘વો મેરી ગર્લફ્રેન્ડ સે બાત કરતા થા, ઔર વો મુઝસે હી બાત નહીં કરતી થી. ઈસ લિયે મૈને ઉસકો ચાકુ માર દીયા.’ તો હુમલામાં ભોગ બનનાર 12 વર્ષીય સગીરનું હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT