સુરતના ડાયમંડ બુર્સ અને એયર પોર્ટનું ડિસેમ્બર મહિનામાં PM નરેન્દ્ર મોદી કરી શકે છે ઉદ્ઘાટન

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતના સુરતમાં બનેલી અને આકર્ષણનું કેન્દ્ર રહેલી ડાયમંડ બુર્સ બિલ્ડીંગને લઈને ઘણી ચર્ચાઓ સામે આવી હતી. દરમિયાનમાં ડાયમંડના કારોબારીઓનું કહેવું છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. હમણાં જ તેઓની વડાપ્રધાન સાથે મીટિંગ થઈ હતી જેમાં તેમણે બે સંભવિત તારીખો પણ સૂચવી છે.

મોદી સરકારના આ પગલાથી પાકિસ્તાને મોજ પડી ગઈ…!

કઈ સંભવિત તારીખે આવશે PM મોદી

સુરતમાં બનેલી દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન આગામી ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે, આવી જાહેરાત ડાયમંડના કારોબારીઓ કરી છે. સુરત ખાતેના ડાયમંડ કારોબારીઓ બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ગયા હતા અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા માટે એમને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ સી આર પાટિલની આગેવાનીમાં સુરતના ડાયમંડ ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. ડાયમંડ બુર્સના કસ્ટમ વિભાગના ચેરમેન દિનેશભાઈ નાવડીયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન માટે સંભવિત ડિસેમ્બર મહિનાની તારીખ 17 અને 24 તારીખ આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT