સુરતમાં ભણવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે, સ્કૂલ બેગમાંથી મળી આવી ટાયર સોલ્યુશન ટ્યુબ
Surat News: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.પાંડેસરમાં ભણવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી રહ્યા છે. શહેરમાં 11-12 વર્ષના વિદ્યાર્થી ટાયર પંક્ચર…
ADVERTISEMENT
Surat News: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.પાંડેસરમાં ભણવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી રહ્યા છે. શહેરમાં 11-12 વર્ષના વિદ્યાર્થી ટાયર પંક્ચર સોલ્યુશન ટ્યુબનો નશો કરતા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જાગૃત નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તપાસવામાં આવતા બેગમાંથી નશો કરવા સોલ્યુશન ટ્યુબ, પ્લાસ્ટિકની થેલીઓ અને નળીઓ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે આ સોલ્યુશનનો નશો દારૂના નશા કરતા પણ વધારે નુકસાન કરે છે.
બેગમાં પુસ્તકોની સાથે મળ્યા નશાના પદાર્થ
મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલના 11-12 વર્ષના સ્કૂલના વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનું રહીશોને ધ્યાને આવ્યું હતું. જેથી ગતરોજ સોસાયટીના કેટલાક લોકોએ આ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ સ્થાનિકોએ તેમની સ્કૂલ બેગ ચેક કરી હતી. જેમાંથી ટાયર સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. જે બાદ તેઓએ વિદ્યાર્થીઓની આકરી પૂછપરછ કરી હતી.
‘હુક્કાની જેમ કરતા હતા નશો’
સ્થાનિકોના દાવા પ્રમાણે આ વિદ્યાર્થીઓ ટાયર સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ સિગરેટ અને હુક્કાની જેમ નશો કરતા હતા. આ ટ્યુબથી દારૂ કરતા પણ વધારે નશો ચડે છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ સોલ્યુશન ટ્યુબ કોઈપણ દુકાનમાંથી સરળતાથી મળી જાય છે. સાથે જ કોઈ તેને લેવા જાય તો કેમ લઈ જાય છે એવું પણ પૂછતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT