ડ્રગ્સનો ધમધમતો ધંધો! ગુજરાત ATSનું મેગા-ઓપરેશન, સુરતમાંથી ઝડપી પાડી ફેક્ટરી
Surat News: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું માર્કેટ વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે ATSની ટીમ દ્વારા ફરી ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

Surat News: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું માર્કેટ વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે ATSની ટીમ દ્વારા ફરી ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSએ ગઈકાલે રાત્રે સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ATSએ કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. આ મામલે ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાંથી ઝડપાઈ ડ્રગ્સ ફેક્ટરી
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે ગઈકાલે રાતે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવી આવ્યું હતું. જે બાદ ATSની ટીમે તાત્કાલિક તપાસ માટે FSLની ટીમને અહીં બોલાવી હતી. જે બાદ FSLની ટીમે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ હોવાની પુષ્ટી કરી હતી.
2 શખ્સોની અટકાયત કરાઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ATSની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ, 3-4 કિલો એમડી ડ્રગ્સને કબજે કર્યું હતું. આ સાથે જ 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. ATSની ટીમને જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સને મોટા ભાગે મુંબઈ સપ્લાય કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
ATSએ શરૂ કરી તપાસ
હાલ ગુજરાત ATSની ટીમે આ ફેક્ટરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, આ રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને કોને-કોને આપવામાં આવતું હતું. તે દિશામાં તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
પહેલા પણ ઝડપાઈ ચૂકી છે ફેક્ટરી
આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોય, આ પહેલા પણ અમદાવાદ, અમરેલી, ગાંધીનગરના પીપળજ, ગાંધીનગરના દહેગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT