સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ બેકાબૂ, ધક્કામુક્કીમાં એક મુસાફરનું મોત, ત્રણથી વધુ બેભાન
Surat News: આવતીકાલે દિવાળીનો તહેવાર છે. જેને લઈને રાજ્યભરના રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીઓની રજાઓમાં લોકો પોત-પોતાના…
ADVERTISEMENT
Surat News: આવતીકાલે દિવાળીનો તહેવાર છે. જેને લઈને રાજ્યભરના રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીઓની રજાઓમાં લોકો પોત-પોતાના ઘરે જઈ રહ્યા છે. એવામાં સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ બેકાબૂ બનતા એક મુસાફરનું મોત થયું છે. જ્યારે ત્રણથી વધુ લોકો બેભાન થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રેલવે સ્ટેશન પર સર્જાયા ધક્કામુક્કીના દ્રશ્યો
દિવાળીના તહેવારના કારણે આજે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી હતી, રેલવે સ્ટેશન પર ઉભા રહેવાની પણ જગ્યા નહોતી, હજારોની સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવી રેલવે પોલીસ માટે ઘણી મુશ્કેલ બની હતી.
એક મુસાફરોનું નિપજ્યું મોત
આ દરમિયાન 1700 સીટ ધરાવતી છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવતા મુસાફરોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનમાં ચઢવા માટે ભીડ બેકાબૂ બની હતી. આ દરમિયાન ધક્કામુક્કીના કારણે એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણથી વધુ મુસાફરો ગભરામણના કારણે બેભાન થઈ ગયા હતા. જેઓની મદદ માટે તાત્કાલિક 108ની ટીમ દોડી આવી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્રણથી વધુ મુસાફરો બેભાન
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા મુસાફરનું નામ અંકિત બીરેન્દ્રસિંગ હોવાનું સામે આવ્યું છે. તેને બિહાર છાપરા ટ્રેનમાં જવાનું હતું. જોકે, મુસાફરોની ભીડ બેકાબુ બનતાં તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT