Surat News: સુરત પોલીસ સાથે માથાકુટ બાદ Mehul Boghra સહિત 15 લોકો સામે ફરિયાદ

ADVERTISEMENT

મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Advocate Mehul Boghra
social share
google news

Advocate Mehul Boghra: સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ગઈકાલે ફરી એકવાર હુમલો થયો હતો. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી.  તેમજ મેહુલ બોઘરા પોલીસની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને બંને પક્ષ સામે સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ સહિત 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. મેહુલ બોઘરા સહિત 15 લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થઇ છે. 

મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી

ગઈકાલે એડ્વોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી કાળાકાચ વળી ગાડીને લઈ વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ માહોલ ગરમાયો હતો અને ત્યાં સ્થળ પર લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. મેહુલ બોઘરાએ એવો દાવો કર્યો કે, ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની કારનો વીડિયો લાઈવ કર્યો છે. 

ત્યારબાદ મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં પોલીસની હાજરીમાં તેમની પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT