Surat Accident: સુરતમાં બેફામ BRTS બસે 6થી વધુ વાહનોને અડફેટે લીધા, 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat BRTS Accident: સુરતના કતારગામ જીઆઈડીસી પાસે BRTS બસના ચાલકે 8 લોકોને કચડી નાખ્યા છે. બેના ઘટનાસ્થળે જ મોત થયાના અહેવાલ છે. અન્ય ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી જેના કારણે બાઈક સવારો બસ સાથે અથડાઈ ગયા હતા.

બે બસ વચ્ચે ટક્કરમાં નિર્દોષ વાહન ચાલકોનો જીવ ગયો

પ્રાથમિક વિગતો મુજબ, સુરત કતારગામ GIDC ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા સમયે BRTS બસ વચ્ચે અકસ્માત થયો હતો. એક BRTS બસે પાછળથી ટક્કર મારતા બીજી BRTS બસે રીક્ષા અને ટુ-વ્હીલર સહિત 8 જેટલા વાહનોને ટક્કર મારી હતી. પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માતમાં બે બસની વચ્ચે 5 જેટલા બાઈક દબાઈ ગયા હતા. અકસ્માતના પગલે બે લોકોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. તો અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો

અકસ્માત એટલો ભયાનક હતો કે ટુ-વ્હીલર વાહનોના કચ્ચરઘાણ વળી ગયો હતો. રોડ પર લોહીલુહાણ હાલતમાં લોકો પડ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT