સુરતથી વિયેતનામ ફરવા ગયેલા 157 ગુજરાતીઓને 1 કરોડની વસૂલાત માટે બંધક બનાવાયા
Surat News: ગુજરાતથી ફરવા માટે વિયેતનામ ગયેલા સુરતા ગ્રુપને એક કડવો અનુભવ થયો છે. સુરતથી 157 જેટલા લોકો વિયેતનામ ફરવા ગયા હતા. જોકે અહીં તેમને…
ADVERTISEMENT
Surat News: ગુજરાતથી ફરવા માટે વિયેતનામ ગયેલા સુરતા ગ્રુપને એક કડવો અનુભવ થયો છે. સુરતથી 157 જેટલા લોકો વિયેતનામ ફરવા ગયા હતા. જોકે અહીં તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે આ મામલે મધ્યસ્થી કરતા 10 કલાકની ભારે જહેમત બાદ સુરતીઓનો હેમખેમ છૂટકારો થયો હતો.
સુરતથી પાટીદાર સમાજના લોકો ફરવા ગયા હતા
વિગતો મુજબ, સુરતના લેઉવા પાટીદાર સમાજના 350 જેટલા લોકો વિયેતનામ ફરવા માટે ગયા હતા. લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ટૂર ગોઠવવામાં આવી હતી. જોકે આ ટૂરના ઓપરેટરે હોટલ માલિકને 1.07 કરોડ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરીને તમામ પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા. મુસાફરો હોટલ સ્ટાફને ધક્કો મારીને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. અહીં હોટલના સ્ટાફે જ ચાલાકીથી 157 જેટલા સુરતીઓને વિયેતનામમાં બંધક બનાવી લીધા હતા.
સુરતીઓને 10 કલાક સુધી બંધક રખાયા
આમ તમામ પ્રવાસીઓને 10 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. મુસાફરોએ ફોન કરીને મંત્રી દર્શના જરદોશને ફરિયાદ કરી હતી. મંત્રીની મધ્યસ્થી બાદ આખરે ભારતીય દૂતાવાસ આ મામલે પ્રવાસીઓની મદદે આવ્યું હતું. અને તમામ મુસાફરોને છોડાવ્યા હતા. હાલ તમામ પ્રવાસીઓ સુરત આવવા રવાના થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT