નકલી PMO ઓફિસર બાદ હવે સુરતથી નકલી IPS ઝડપાયો, સંખ્યાબંધ વાહનચાલકોને બનાવટી મેમો આપી રૂપિયા કર્યા ઘરભેગા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: નકલી PMO, નકલી CMO અધિકારી બાદ હવે નકલી IPS અધિકારી ઝડપાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બોગસ IPS અધિકારીએ અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો પાસેથી મોટો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઠગ છેલ્લા 6 મહિનાથી વાહનચાલકોને મેમો આપી દંડના પૈસા ઘરભેગા કરવાનું કૌભાંડ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે.

શંકા જતાં પોલીસે ગોઠવી વોચ

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસની ટીમની નજર એક IPS ઓફિસર પર ગઈ હતી. જે વાહનચાલકોને રોકી મેમો ફટકારી રહ્યો હતો. પોલીસને તેના પર શંકા જતાં થોડીવાર સુધી તેના પર વોચ ગોઠવી હતી.

પોલીસે કરી પૂછપરછ

જે બાદ પોલીસની ટીમ વાહનચાલકોને રોકી મેમો ફટકારી રહેલા આ શખ્સ પાસે ગઈ હતી અને તેની પાસે ID કાર્ડ માંગ્યું હતું. જે બાદ તેની આકરી પૂછપરછ કરતા તે પોપટની જેમ સાચું બોલવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ તેને સીધી ઉધના પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી.

ADVERTISEMENT

વાહનચાલકો પાસેથી પડાવતો હતો પૈસા

જ્યાં ઉધના ડી-સ્ટાફે કરેલી પૂછપરછમાં જણાવા મળ્યું હતું કે, યુવકનું નામ મોહમ્મદ સમરેજ હતું, તેણે પહેરેલી વરધી પણ નકલી હતી. તે વાહન ચાલકોને અટકાવી તેમણે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોવાનું કહીને નકલી મેમો આપી રૂપિયા પડાવતો હતો. તો તેની પાસેથી એક વોકીટોકી પણ મળી આવી હતી. જેના દ્વારા તે અન્ય લોકો સાથે વાત કરતો હતો. જેથી પોલીસને આશંકા છે કે આ કૌભાંડમાં માત્ર મોહમ્મદ સમરેજ જ નહીં, પરંતુ આખી ટોળકી સંડોવાયેલી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

તેથી હાલ પોલીસે આ કૌભાંડમાં કેટલા લોકો સંડવાયેલા છે, તેણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ જ PMO ઓફિસમાં અધિકારી હોવાની ઓળખ આપીને ઘણા લાકો સાથે કરોડોની છેતરપિંડી આચરનારા અને અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર જઈ આવેલા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તો PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનારા ગુજરાતના વધુ એક ઠગભગત મયંક તિવારી સામે પણ સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી. મયંક તિવારીએ પણ PMOના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી અનેક અધિકારીઓ પર રોફ જમાવ્યો હતો અને લોકોને ધાક ધમકીઓ પણ આપી હતી

ADVERTISEMENT

 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT