કપડા ધોતી વખતે હૃદયના ધબકારાએ સાથ છોડ્યો: સુરતમાં 48 વર્ષીય વિકાસનું હાર્ટ એટેકથી નિધન, ઘટના CCTVમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Heart Attack News: કોરોનાકાળ બાદ દેશમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો હોવાનું ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે. ગુજરાતમાં હાર્ટ એટેક બાદ મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. સુરત શહેરમાં 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

કપડા ધોતી વખતે આવ્યો હાર્ટ એટેક

સુરત શહેરના ડુમસ વિસ્તારમાંથી હાર્ટ એટેકનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડુમસ વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં ઉભા રહીને કપડા ધોતા 43 વર્ષીય વિકાસ માથિનને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના રિસોર્ટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ADVERTISEMENT

સમગ્ર ઘટના CCTVમાં કેદ

CCTVમાં કેદ થયેલી આ તસવીર સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં આવેલા રેમ્બો રિસોર્ટની છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કપડા ધોઈ રહી છે. કપડા ધોતી આ વ્યક્તિએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આવનારી થોડી ક્ષણોમાં તે દુનિયાને અલવિદા કહી દેશે. કપડા ધોતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

ADVERTISEMENT

ડોક્ટરે જાહેર કર્યા મૃત

રિસોર્ટમાં હાજર લોકો તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વિકાસ માથિન વિશે જાણવા મળ્યું છે કે તેઓ 10 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા.અહીં પરિવારના કોઈ સભ્ય તેમની સાથે રહેતા નથી.પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT