સુરત પોલીસ વિભાગમાં ફેરફારઃ એક સાથે 5 PSIની કરી દેવાઈ બદલી, જુઓ કોને ક્યાં મુકાયા

ADVERTISEMENT

Surat News
એક સાથે 5 PSIની આંતરિક બદલી
social share
google news

Surat News: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી અને બઢતીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. સુરત પોલીસ વિભાગમાં ફરી મોટા ફેરબદલ થયા છે. સુરતમાં 41 PIની સાગમટે બદલી કરાયા બાદ 5 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસ વડાએ 5 PSIની અલગ-અલગ પોલીસ મથકોમાં બદલીઓ કરી છે. 

કોની-કોની કરાઈ આંતરિક બદલી?

આ વિશે વિગતવાર વાત કરીએ તો સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે 5 પીએસઆઈની આ આંતરિક બદલી કરવામાં આવી છે. જે બાદ કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો. ગ્રામ્ય પોલીસ વડા દ્વારા ડી.આર વસાવાની બારડોલી ટાઉન પોલીસ મથકમા બદલી કરવામાં આવી છે. તો એમ.જે રાઠોડની બારડોલી ગ્રામ્ય પોલીસ મથક, બી.બી વાઘેલાની કડોદરા પોલીસ મથક, એસ.એમ પટેલની ઝંખવાવ પોલીસ મથક અને જે. એસ રાજપૂતની મહુવા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. 

અગાઉ 41 PIની કરાઈ હતી બદલી

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે 41 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી.  સુરતના, સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશના પીઆઈની બદલી કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત દ્વારા સરથાણાના સેકન્ડ PI કે.એ ચાવડાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી. જ્યારે હજીરાના સેકન્ડ PI જી.એસ પટેલની ટ્રાફિક શાખામાં, અમરોલીના PI જે.બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં, પાંડેસરાના PI એન.કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

ADVERTISEMENT


ચોક બજારના સેકન્ડ PI સી.એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી. અલથાણના PI એન.કે ડામોરની ટ્રાફિક શાખામાં અને ટ્રાફિકના PI મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી કરવામાં આવી હતી. મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં બદલી કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT