પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

ADVERTISEMENT

Rajkot Crime News
અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા ચેતજો!
social share
google news

Rajkot Crime News: રાજકોટ શહેર ખાતે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કર્યા બાદ હોટલમાં બે દિવસ સુધી રોકાવું કોલેજીયન યુવતીને ભારે પડ્યું છે. યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને ન્યૂડ વીડિયો ઉતારીને 5 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ દ્વારા ગુનામાં સામેલ બંટી બબલીને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

20 વર્ષીય યુવતી યુવકની જાળમાં ફસાઈ

20 વર્ષીય કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનારી તેમજ પ્રાઈવેટ નોકરી કરનારી યુવતી દ્વારા તુષાર વજાણી તેમજ કોમલ દાફડા નામની વ્યક્તિઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64, 77, 308, 352, 54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા બંટી બબલીને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યા છે. 

યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો

આ મામલે રાજકોટ ACP મુનાફખાન પઠાણે જણાવ્યું કે, યુવતી તેમજ તુષાર વજાણી વચ્ચે મિત્રતા થઈ હતી. જેના કારણે તુષાર વજાણી દ્વારા તેને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેમજ યુવતીની જાણ બહાર તેનો ન્યૂડ વીડિયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો. કોમલ દાફડા તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ થતી હતી. જેના કારણે કોમલ દાફડાએ યુવતીને તેના whatsapp મેસેજમાં ગાળો આપી ન્યૂડ વીડિયો મોકલી પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ જો પાંચ લાખ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. 

ADVERTISEMENT

એક પાર્ટીમાં મળ્યો હતો લક્કીઃ યુવતી

પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, તેના પિતા ખેતી કામ તેમજ રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. ત્રણ મહિના પૂર્વે આજીડેમ પાસે આવેલી હોટલ રોયલરાજ પાસે મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ હતી. ત્યારે લકી નામનો છોકરો ત્યાં હોટલમાં કામથી આવેલો હતો. ત્યારે મારા ફોનમાં પાસવર્ડ ન હતો તેમજ લક્કી એ કોઈ રીતે મારા ફોનમાંથી મારો નંબર મેળવી લીધો હતો. તેમજ ત્યારબાદ લકીના નંબર પરથી ફોન તેમજ મેસેજીસ આવવા લાગ્યા હતા. જેથી મેં તે નંબર બ્લોક કરી દીધો હતો. આશરે દોઢ મહિના પૂર્વે સાંજના સમયે હું ગુંદાવાડી નજીક ટ્યુશન કરાવવા માટે નીકળી હતી. ત્યારે લકી પણ ત્યાં મને મળી ગયો હતો. મેં તેને મારી પાછળ આવવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે હું તમને લાઈક કરું છું. તું મને લાઈક કરે છે? જેથી મેં કહ્યું કે મને તારા ઉપર વિશ્વાસ નહીં આવે જેથી લકીએ મને તેનું આધારકાર્ડ બતાવ્યું હતું. આધાર કાર્ડ જોતા લકીનું સાચું નામ તુષાર વજાણી હતું. ત્યારબાદ તુષાર વજાણી ઉર્ફે લકી એ મને કહ્યું હતું કે આપણે લગ્ન કરીશું. 

યુવતીએ કહ્યું- મારી મરજી વિરુદ્ધ....

એક મહિના પૂર્વે હું તેમજ તુષાર ગુંદાવાડી ભૂતખાના ચોક પાસે મળ્યા હતા. અમે બંને અમારી મરજીથી હોટેલ ખાતે મળવાનું નક્કી કર્યું હતું. જેથી તે જ રાત્રિના અમે બંને પર્લ પેલેસ હોટલ કુલ છાપ ચોકથી નજીક સદર બજાર ખાતે બે દિવસ સુધી રોકાયા હતા. પ્રથમ રાત્રિના મેં તેમજ તુષાર એ બંને અમારી મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ બીજી રાત્રિના તુષાર એ ફરીથી મને શરીર સંબંધ બાંધવાનો કહેતા મારે શરીર સંબંધ બાંધવો ન હતો. જેથી મેં તુષાર ને કહ્યું હતું કે લગ્ન પહેલાં વારંવાર આવું કરવું યોગ્ય નથી. છતાં તેણે મારી મરજી વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તુષાર એ મારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોય જે બાબત મને સારી ન લાગતાં મેં થોડા સમય પૂરતો તુષાર સાથે કોન્ટેક્ટ ઓછો કરી નાખ્યો હતો. 

ADVERTISEMENT

મારી પાસે માગ્યા 5 લાખ રૂપિયાઃ યુવતી

28 જુલાઈ 2024ના રોજ વહેલી સવારના 4:00 વાગ્યાના અરસામાં એક અજાણ્યા નંબર પરથી મને વોટ્સએપમાં ગાળો આપવામાં આવી હતી. તેમજ મારો એક ન્યૂડ વીડિયો પણ મને મોકલી આપવામાં આવ્યો હતો. જે વન ટાઈમ સીન હોવાથી મેં ફરીથી એ વીડિયો મંગાવીને બીજા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. જે વીડિયો મારો પર્લ પેલેસ હોટેલ ખાતેનો ન્યૂડ વીડિયો હતો. જે હોટલમાં હું તેમજ તુષાર એકસાથે ગયા હતા. ત્યારે તુષારે મારી જાણ બહાર મારો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે મને મેસેજ કરનાર તેમજ વીડિયો મોકલનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ કોમલ દાફડા છે. કોમલ દાફડાએ મને વોટ્સએપ કોલ કરીને પાંચ લાખ રૂપિયા આપ નહિતર તારો વીડિયો વાયરલ કરી નાખીશ તે પ્રકારની ધમકી આપી હતી.

ADVERTISEMENT

પોલીસની પ્રાથમિક તપાસમાં થયો ખુલાસો

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તુષાર વજાણી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ મેડિકલમાં કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ મોબાઈલ ફોન કબજે કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે બંટી બબલી દ્વારા પીડીતનો ન્યૂડ વીડિયો અન્ય કોઈ વ્યક્તિઓને મોકલવામાં આવ્યું છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ
 

    follow whatsapp

    ADVERTISEMENT