'તું પોલીસ સ્ટેશન આવી જજે' ફોન કરીને યુવકને ધમકી આપનાર નકલી PI ઝડપાયો, પૂછપરછ હાથ ધરી

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot News
ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો
social share
google news

Rajkot News: રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઇ રહ્યા છે. ત્યારે જેતપુરમાંથી ફરી એકવાર નકલી પોલીસ ઈન્સપેક્ટર ઝડપાયો છે. 

PIના નામે યુવકને કર્યો ફોન

ફરિયાદીએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ, ગત 21 ઓગસ્ટના રોજ બપોરે પોણા બાર વાગ્યે અજાણ્યા નંબર પરથી મારા ફોન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ''તમે રાહુલ વડોદરિયા બોલો છો?'' મેં હા પાડતા ફોન કપાય ગયો હતો. બાદ તુરંત 11.50 વાગ્યે મેં આ આવેલા નંબર પર ફોન કરીને પૂછ્યું હતું કે તમે કોણ બોલો છો? ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું હતું કે, હું જેતપુર સીટી પી.આઈ પરમાર સાહેબનો રાઈટર બોલું છું, આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો. જેથી ફરીથી 11.51 વાગ્યે મેં ઉપરોકત નંબરમાં ફોન કર્યો હતો ત્યારે અજાણ્યા માણસે ફોન ઉપાડી મને કહ્યું હતું કે, હું જેતપુર સીટી પી.આઇ. એ.ડી.પરમાર બોલુ છું, તે યશ ભગવાનજીભાઈ વસોયાને જે પંદર હજાર રૂપિયા વ્યાજે આપેલ છે તેની અરજી જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે, તેથી તું જેતપુર સિટી પોલીસ સ્ટેશને આવી જાજે.

યુવકને ફોન કરી ધમકાવ્યો 

જેથી મે જણાવ્યું હતું કે  મારે અને યશને ફેમિલી રીલેશન છે અને મેં 25 હજાર રૂપિયા યશને ઉછીના આપ્યા છે અને મેં કોઈ રૂપિયા વ્યાજે આપ્યા નથી. બાદ તેમણે મારી સાથે થોડી વાત કરી મને ધમકાવ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

પૃથ્વીરાજને ઝડપી પાડ્યો

ત્યારબાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ ફરિયાદી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવ્યા અને જેતપુર સીટી પી.આઈના રાઈટરની ઓફિસમાં જઈને કહ્યું કે તેમને પીઆઈ પરમાર સાહેબના રાઈટર તથા પીઆઈ પરમાર સાહેબનો ફોન આવેલ છે તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે તેમ કહેતા રાઈટર તરફથી જાણવા મળ્યું કે તેઓએ કોઈને બોલાવેલ નથી. જેથી ફરિયાદીએ તેમને જે નંબર પરથી પીઆઈના નામે ફોન આવ્યો તે નંબર પોલીસ સ્ટેશનમાં આપ્યો તો જાણવા મળ્યું કે આ નંબર જેતપુર સીટી પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારીના નથી. જેથી ફરિયાદી પાસેથી ફરિયાદ લેવામાં આવી હતી અને આરોપીની શોધખોળ કરી નકલી પીઆઈ તરીકે રોફ જમાવતા પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોહિત ડોડીયા (Dysp, રાજકોટ)

પોલીસે પૂછપરછ હાથ ધરી

આ કેસમાં તો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને પૂરી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા હોય શકે છે. જેથી આરોપીની આકરી પૂછપરછ હાથ ધરીને અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT