Crime News: દોસ્ત દોસ્ત ના રહા... રાજકોટમાં મિત્રએ મિત્રને પતાવી દીધો, કારણ જાણી હચમચી જશો

ADVERTISEMENT

Rajkot Crime News
મિત્રએ મિત્રની કરી હત્યા
social share
google news

Rajkot Crime News: રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે, રવિવારે હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે આરોપી મિત્રને ઝડપી પાડ્યો છે. તેણે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે કે દારુ પીતી વખતે ઝઘડો થતાં તેણે બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે.

અવાવરુ જગ્યાએથી મળ્યો હતો મૃતદેહ

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મચ્છુનગર ક્વાટરમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોદ દિનેશભાઈ રાકુચા (ઉ.વ.22) ગત શનિવારે ભંગારની ફેરીએ ગયા બાદ બપોરે ફોનમાં માતાને વાત કરી થોડીવારમાં એવું છું કહીને નીકળ્યો હતો. જે બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહતો. જે બાદ ગત રવિવારે (30 જૂને) ડ્રીમ સિટી નજીકથી અવાવરૂ જગ્યાએથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા યુનિવર્સિટી પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પોલીસે હાથ ધરી હતી તપાસ

હત્યાના આરોપીને શોધી કાઢવા માટે રાજકોટ યુનિવર્સિટી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને SOG પણ તપાસમાં જોડાયું હતું અને અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ  અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, આ દરમિયાન મૃતક વિનોદ સાથે એક વ્યક્તિ સીસીટીવી કેમેરામાં સાથે જોવા મળ્યો હતો. જેથી આ શકમંદ કોણ છે એ અંગે તપાસ ધરાઇ હતી. આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક શકમંદ ઘટનાસ્થળથી નાના મવા રોડ સુધી જતો નજરે પડ્યો હોય અને તે મૃતકનો મિત્ર હોવાનું જાણવા મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

દારુ પીતી વખતે થયો હતો ઝઘડો

પોલીસે અધિકારી રાધિકા ભારાઈએ જણાવ્યું કે, શકમંદ આરોપી રાધનપુર હોવાની બાતમીના આધારે એક ટીમ ત્યાં દોડી ગઈ અને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતું. પોલીસે પુછપરછ કરતા તે શંખેશ્વરનો અજય ગોવિંદભાઈ વાજેલીયા(22) હોવાનું જણાવ્યું હતું જે શાકભાજીની લારી ચલાવે છે. આરોપીએ હત્યા અંગે કબૂલાત આપતા કહ્યું હતું કે શનિવારે સાંજે 4 વાગ્યે બંને જ્યાંથી વિનોદની લાશ મળી આવી તે સ્થળે દારૂ પીવા બેઠા હતા. બાદમાં વિનોદે વધુ દારૂ પીવાની જીદ કરી ઝઘડો કરી ગાળો ભાંડતા અજયએ બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી પતાવી દીધો હોવાની કબૂલાત આપી હતી. 

પોલીસે આરોપીની તપાસ હાથ ધરી

તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત વિનોદને મારી પોતે બસમાં બેસી ચોટીલા, ત્યાંથી સુરેન્દ્રનગર અને રાધનપુર પોતાના વતન પહોચ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ પીવાની બાબત સિવાય કોઈ અન્ય બાબતે તો હત્યા નથી કરીને તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે.

ADVERTISEMENT

રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT