હવે તો હદ થઈ ગઈ! અમદાવાદમાં ઓનલાઈન મંગાવેલા ફૂડમાં છાશ બદલે આવ્યું ફિનાઈલ, પીધા બાદ યુવતીની...

ADVERTISEMENT

Ahemedabad News
ઓનલાઈન ફૂડ મંગાવતા હોય તો ચેતજો
social share
google news

Ahemedabad News: આજના સમયમાં ઘણા લોકો જમાવાનું ઓનલાઈન મંગાવતા હોય છે અને ઘણીવાર જમવાના પાર્સલમાંથી વાળ કે કોઈ જીવાત નીકળતી હોય છે, તો ઘણીવાર વેજ ફૂડ ઓર્ડર કરવા પર પાર્સલમાંથી નોન-વેજ ફૂડ નીકળ્યું હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે, અમદાવાદની એક યુવતી સાથે જે બનાવ બન્યો તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. વાસ્તવમાં ઓનલાઈન મંગાવેલા ફૂડમાં છાશના બદલે બોટલમાં ફિનાઈલ પહોંચ્યું હતું. જે પીધા બાદ યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

દાલફ્રાય અને જીરા રાઈસનો કર્યો હતો ઓર્ડર

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં નોકરી કરતી યુવતીએ ગત 19 જુલાઈના રોજ ટિફિન લઈને ન આવી હોવાથી તેના પતિએ ઝોમેટોમાંથી ઓનલાઈન દાલફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર કર્યો હતો. 

છાશ પીધા બાદ લથડી તબિયત

ફૂડની ડિલિવરી થયા બાદ યુવતીએ જમતી વખતે આ છાશ પીધી હતી. જોકે, છાશ પીધા બાદ તેને ગળા અને છાતીના ભાગે બળતરા થવા લાગી હતી. તબિયત બગડતાં યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તે છાશ નહીં ફિનાઈલ હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી

જે બાદ આ અંગેની જાણ બોડકદેવ પોલીસને કરવામાં આવી હતી.  યુવતીએ જણાવ્યું છે કે, આજે તેની સાથે આવો બનાવ બન્યો છે. કાલે અન્ય વ્યક્તિ પણ ભોગ બની શકે છે. ઝોમેટો જવાબદાર કંપની તરીકે આ બાબતે તપાસ કરીને પગલાં લે તેવી માંગ કરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે યુવતીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે હોટલના કિચનના સીસીટીવી તપાસવાની તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT