'PM મોદી તમારા કામથી ખુશ, તમને મળશે 4 કરોડનું ફાર્મ હાઉસ', ભાજપ નેતાઓને ટાર્ગેટ કરતી ગેંગનો પર્દાફાશ
Ahmedabad News: 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા કામથી ખુશ છે, તમારે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમને 4 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ મળશે' તેવું કહીને ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે છેતરપિંડી આચરનારી મેવાતી ગેંગના 6 સભ્યોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
Ahmedabad News: 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા કામથી ખુશ છે, તમારે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમને 4 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ મળશે' તેવું કહીને ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે છેતરપિંડી આચરનારી મેવાતી ગેંગના 6 સભ્યોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપના કાર્યકરો અને નેતાઓને નિશાન બનાવતા હતા.
ભાજપ કાર્યકરે નોંધાવી હતી ફરિયાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભાજપના એક કાર્યકર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમને વડાપ્રધાન કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી તમારા કામથી ખુશ છે અને રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેની આગેવાનીમાં જયપુરમાં - દિલ્હી હાઈવે પર શરૂ થઈ રહેલી ફાર્મ હાઉસની સ્કીમમાં તમારે માત્ર 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે. આ રોકાણ પછી તમને 4 કરોડ રૂપિયા સુધીનું એક ફાર્મ હાઉસ આપવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
ભાજપના કાર્યકરની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની તપાસ શરૂ કરી અને હરિયાણાના પલવલમાંથી ભરતસિંહ જાંટવ, ઈર્શાદખાન મેવ, ઈર્શાદ મેવ, સાબીર મેવ, રાકીબ મેવ, મોહમ્મદજહાં મેવની ધરપકડ કરી હતી. આ ટોળકી ખોટા નામોથી સીમકાર્ડ ખરીદીને ભાજપના કાર્યકરો અને નેતાઓને ટાર્ગેટ કરતી હતી.
ADVERTISEMENT
વધારે રૂપિયા કમાવવા બનાવ્યો પ્લાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું કે, મેવાતી ગેંગના તમામ 6 સભ્યો નટરાજ કંપનીની પેન્સિલ પેંકિંગ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાતો ફેસબુક પર આપીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચમાં પીએમ કાર્યાલયના નામે ફોન કરીને ભાજપ કાર્યકરો અને નેતાઓ સાથે છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું. આ ગેંગ દ્વારા ફાર્મ હાઉસ પ્રોજેક્ટના ફોટા પણ વોટ્સએપ પર શેર કરવામાં આવતા હતા.
ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
અગાઉ પણ મેવાતી ગેંગના તમામ આરોપીઓ સામે અમદાવાદ અને બનાસકાંઠામાં કેસ નોંધાયેલા છે. આ કેસનો માસ્ટર માઈન્ડ ઇર્શાદ છે, જે સિવિલ એન્જિનિયર છે. ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને રિમાન્ડ પર લઈ રોકાણના નામે કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે અને તેમની પાસેથી કેટલા રૂપિયા વસૂલ્યા છે તેની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
રિપોર્ટઃ અતુલ તિવારી, અમદાવાદ
ADVERTISEMENT
ADVERTISEMENT