જન્મ દિવસે હાર્ટ એટેકઃ રાજકોટની મહિલાને હૃદયરોગનો હુમલો થતા મૃત્યુ
રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુની ઘટનાઓમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી કહી શકાય કે લગભગ મોટાભાગની ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થઈ ગયો છે.…
ADVERTISEMENT
રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુની ઘટનાઓમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી કહી શકાય કે લગભગ મોટાભાગની ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થઈ ગયો છે. ખાસ કરીને યુવાનોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ તરફ ગુજરાતના રાજકોટમાં એક મહિલાએ પોતાના જન્મ દિવસે જ છેલ્લા શ્વાસ લીધા છે. 2 નાની દીકરીઓ અને પતિ સાથેનો હર્યો ભર્યો પરિવાર છોડી મહિલાએ અનંતવાટ પકડી છે. આ ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
ઘરકામ કરતા હતા અને આવ્યો એટેક
રાજકોટમાં 36 વર્ષની મહિલાને તેના જન્મ દિવસે જ હાર્ટ એટેક આવ્યો અને મોત થયું છે. 2 નાની દીકરીઓ અને પતિના માથે તેમનું કરૂણ મોત નીપજતા આભ ફાટ્યું છે. ઘરમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. રાજકોટ શહેરમાં આજી ડેમ ચોક પાસે રહેતા નિશીતા બેન પોતાનો 36મો જન્મ દિવસ ઉજવી રહ્યા હતા. તેમની બંને દીકરીઓ પણ માતાના જન્મ દિવસે ઘણી ખુશ હતી. અચાનક હાર્ટ એટેકથી નિધન થતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
બિહારમાં પોલીસે ગોળી મારી દીધી, હવે કહે છે અમારી ગોળીથી નથી થયું મોત
મૃતક નિશીતા બેન રાઠોડ પોતાના ઘરે રોટલી બનાવી રહ્યા હતા. દરમિયાનમાં અચાનક તેઓ ઘરકામ વખતે જ પતિની પાસે જઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ડોકટરનું કહેવું છે કે તેમને ગર્ભાશયની કોથળી જે હતી તે ફાટી ગઈ છે. જેના કારણે હાર્ટ એટેક આવ્યો છે. નિશીતા બેનને કોઈ ખાસ બીમારી પણ નહોતી. આ ઘટનાને કારણે હવે પતિ અને 2 દીકરીઓનાં માથે આભ ફાટ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT