Surat News: સુરતમાં 168 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ડિઝાઈનના ખામીના કારણે ST બસ અટવાઈ?
Surat News: સુરતમાં મોટા વરાછાથી પુણા સુધીના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ (Surat Bridge Inauguration) કરવામાં આવ્યું હતું. આ ધનુષ્ય આકારના બનેલા બ્રિજને 168 કરોડ રૂપિયાના ખર્ચે…
ADVERTISEMENT
Surat News: સુરતમાં મોટા વરાછાથી પુણા સુધીના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ (Surat Bridge Inauguration) કરવામાં આવ્યું હતું. આ ધનુષ્ય આકારના બનેલા બ્રિજને 168 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે. જોકે બ્રિજનું લોકાર્પણ થયાના કલાકો બાદ જ વિવાદમાં આવ્યો હતો અને બ્રિજની ડિઝાઈનને લઈને સવાલો ઉઠ્યા હતા. હકીકતમાં બ્રિજના ઉદ્ધાટન બાદ અહીંથી ST બસે નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વળાંક પર ફસાઈ જવાના કારણે બસને રિવર્સ કરવી પડી હતી. બાદમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવા સાથે એવો દાવો કરવામાં આવ્યો કે બ્રિજની ડિઝાઈનમાં ખામી છે.
બ્રિજની ડિઝાઈનમાં ખામીનો કરાયો હતો દાવો
સુરતમાં ચિકુવાડીથી મોટા વરાછાને જોડતા બ્રિજનું કેન્દ્રિય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજના લોકાર્પણ બાદથી જ વાહનો તેના પરથી પસાર થવાના શરૂ થઈ ગયા હતા. દરમિયાન બ્રિજ પરથી નીકળતા એસ.ટી બસ વળાંક પર અટકવાઈ ગઈ હતી. પરિણામે બસને રિવર્સ લેવી પડી હતી. આ માટે બ્રિજની ડિઝાઈન પર થઈ રહેલા પ્રશ્નો વચ્ચે ગુજરાત તકની ટીમને જાણવા મળ્યું કે, હકીકતમાં બ્રિજની બાજુના રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ છે. આ માટે બોર્ડ પણ લગાવાયું છે જેમાં 7.5 મીટરથી વધુ લંબાઈ ધરાવતા વાહનો પર પ્રવેશ નીષેધ હોવાનું લખ્યું છે.
સુરતમાં નવા બનેલા ઓવરબ્રિજ પર એસ.ટી બસ વળાંક લેતા ફસાઈ#suratbridge #SuratNews pic.twitter.com/LphZhXFPwz
— Gujarat Tak (@GujaratTak) November 9, 2023
ADVERTISEMENT
જોકે બસ ડ્રાઈવરે બેદરકારીમાં બોર્ડ જોયા વિના જ બસ અંદર હંકારી દેતા તે અટવાઈ પડ્યો હતો અને તે સમય દરમિયાનનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. જે બાદ કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ડિઝાઈનની ખામી હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT