રાજકોટ-અમદાવાદ હાઈવે પર શિમલા-મનાલી જેવા દ્રશ્યો, લોકોએ વાહનમાંથી ઉતરીને બરફમાં રમવાની મજા માણી
Rajkot Rainfall: રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે અનેક સ્થળોએ કરાવૃષ્ટિ પણ થઈ છે. રાજકોટ-અમદાવાદ…
ADVERTISEMENT
Rajkot Rainfall: રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે અનેક સ્થળોએ કરાવૃષ્ટિ પણ થઈ છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસેના રોડમાં કરા વરસાદ બાદ રોડ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. જે બાદ લોકોએ વાહન સાઈડમાં રાખીને રોડ પર જ બરફની મજા માણી હતી.
હાઈવે પર બરફની ચાદર પથરાતા લોકોએ માણી મજા
માલીયાસણ હાઈવે પર શિમલા-મનાલી જેમ રોડ પર જ બરફની ચાદર પથરાઈ જતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. બેથી ત્રણ ઈંચ બરફમાં લોકોએ હાઈવે પર જ વાહન ઊભું રાખીને ફોટો પડાવ્યા હતા અને માવઠામાં પણ આનંદની મળો શોધી કાઢી હતી. હાલમાં બરફમાં રમતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT