રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડયો, હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો
Rajkot News: રાજકોટ TRP અગ્નિકાંડ બાદ આ વખતે વહીવટી તંત્ર દ્વારા લોકમેળા સહિત એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક SOP જાહેર કરી છે.
ADVERTISEMENT
Rajkot News: રાજકોટ TRP અગ્નિકાંડ બાદ આ વખતે વહીવટી તંત્ર દ્વારા લોકમેળા સહિત એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક SOP જાહેર કરી છે. જેને લઈ આ વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે કે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે. યાંત્રિક રાઇડ્સમાં આ વખતે ફાઉન્ડેશન ફરજીયાત જાહેર કરવામાં આવતા રાઇડ્સ સંચાલકો હાઇકોર્ટના દ્વાર ખખડાવી PIL ફાઇલ કરી હતી અને તેમને આશા હતી કે ત્યાંથી કોઈના કોઈ રાહતના સમાચાર મળી શકે છે, પરંતુ તેની આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
હાઇકોર્ટે રાજકોટ લોકમેળા પર આપ્યો મહત્વનો ચુકાદો
રાઇડ્સ સંચાલકો હાઇકોર્ટમાં કરેલી PIL પર કોઈ પણ જાતની રાહત મળી નથી. જાહેર કરવામાં આવેલ SOP નું કડક પાલન કરવા અંગે પણ સંચાલકોને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાંધણ છઠ્ઠના દિવસે સાંજે લોકમેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવશે, ત્યારે આ પહેલા યાંત્રિક રાઇડ્સને ફિટિંગ કરી ચકાસણી કરવા ઓછો સમય બચી રહ્યો છે. એટલે આ વખતે રાજકોટનો લોકમેળો થયા પહેલા જ ચકડોળે ચડયો નજરે પડે છે.
યાત્રિક રાઈડ્સના રિપોર્ટને લઈને સંચાલકો નારાજ
રાઈડ્સના સંચાલકોએ મેળાના નિયમો હળવા કરવાની કલેક્ટર સમક્ષ માગ કરી હતી. જો કે અગ્નિકાંડ બાદ તંત્ર કોઈપણ છૂટ આપવા માટે તૈયાર નથી. હાલ મેળાની યાંત્રિક રાઈડ્સને લઈને મામલો ગૂંચવાયેલો છે. રાઈડ્સ ધારકોએ જણાવ્યુ કે, મેળાને લઈને જે નિયમો બનાવાયા છે તેમા કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઈડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે પરંતુ હંગામી રાઈડ્સ માટે આ નિયમો વધુ પડતા છે. આ SOPમાં કેટલાક એવા નિયમો છે જેમા જમીનનું સ્ટ્રક્ચર ક્યા પ્રકારનું તેનો રિપોર્ટ રજૂ કરવો. આ ઉપરાંત રાઈડ્સનો એક પ્રકારનો એક્સરે એટલે કે રાઈડ્સની ફિઝિબિલિટીની ચકાસણી કરતો એક રિપોર્ટ રજૂ કરવો. જેની સામે સંચાલકોની રજૂઆત છે કે જે રિપોર્ટ માગવામાં આવ્યા છે, તે ઘણા ખર્ચાળ છે અને માત્ર ચાર દિવસના મેળા માટે પરવળે તેમ નથી, આથી નિયમોમાં બાંધછોડ કરવાનું રાઈડ્સ સંચાલકોએ સ્પષ્ટ રીતે કલેક્ટરને જણાવ્યુ હતુ.
આ પણ વાંચો
ADVERTISEMENT
રાઈડ્સ ધારકો માટે આ નિયમો
- રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવું ફરજિતાય
- દુકાનદારે ફાળવણી અને ઓળખપત્ર રાખવો ફરજિયાત
- વેપારીઓ બજારભાવે જ ચીજવસ્તુઓ વેચી શકશે
- ખાદ્યપદાર્થોના ભાવની યાદી લગાવવી ફરજિયાત
- અકસ્માતના કેસમાં તંત્રની જવાબદારી નહીં રહે
- જે હેતુ માટે સ્ટોલ ફાળવાયો તે જ હેતુ માટે ઉપયોગ કરી શકાશે
- દુકાનદારને જરૂરી લાઇસન્સો, પરવાનગી લેવી ફરજિયાત
- કચરાના નિકાલ માટે વેપારીએ વ્યવસ્થા કરવી પડશે
- સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં નહીં થઈ શકે
- સ્ટોલ તથા માલસામાનનો વીમો ઉતારવો ફરજિયાત છે
ADVERTISEMENT