Rajkot News: રાજકોટમાં યુવતીઓ બની રણચંડી, છેડતી કરનારા રોમિયોની હવા કાઢી નાખી, જુઓ VIDEO
રાજકોટમાં છોકરીઓનો પીછો કરીને છેડતી કરનારને મળ્યો મેથીપાક. ગુસ્સે થયેલી યુવતીઓએ યુવકને ઘેરીને માર માર્યો. યુવકની ધોલાઈ કરતો યુવતીઓનો વીડિયો વાઈરલ થયો. Rajkot News: રાજકોટમાં…
ADVERTISEMENT
- રાજકોટમાં છોકરીઓનો પીછો કરીને છેડતી કરનારને મળ્યો મેથીપાક.
- ગુસ્સે થયેલી યુવતીઓએ યુવકને ઘેરીને માર માર્યો.
- યુવકની ધોલાઈ કરતો યુવતીઓનો વીડિયો વાઈરલ થયો.
Rajkot News: રાજકોટમાં રોમિયોની યુવતીઓએ મળીને હવા કાઢી નાખી હતી. શહેરમાં છોકરીઓનો પીછો કરીને તેમની છેડતી કરનાર યુવકને જાહેરમાં યુવતીઓએ મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં યુવતીઓ સાથે મળીને યુવકની ધોલાઈ કરતા દેખાય છે. જોકે આ ઘટનાને લઈને હજુ સુધી પોલીસમાં કોઈ ગુનો નોંધાયો નથી.
યુવકની જાહેરમાં ધોલાઈ કરી
વાઈરલ વીડિયોની વાત કરીએ તો ઘટના રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું અનુમાન છે. વીડિયોમાં એક યુવક રોડ પર સૂતેલો છે અને કેટલીક યુવતીઓ તેને ઘેરીને ગડદા-પાટુનો માર મારી રહી છે. યુવતીઓનો આરોપ છે કે આરોપી યુવક દારૂ પીને તેમનો પીછો કરતો અને છેડતી કરતો હતો. આ કારણે ગુસ્સે થયેલી યુવતીઓએ યુવકને જાહેરમાં માર મારીને તેના કપડા ફાડી નાખ્યા હતા.
(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT
ADVERTISEMENT