Rajkot News: લોકસભા ચૂંટણીને લઈને પાટીલે આપેલા ટાર્ગેટથી BJP ધારાસભ્યને પરસેવો વળી ગયો, જુઓ VIDEO
લોકસભાની ચૂંટણીને લઈને પાટીલના ટાર્ગેટથી ભાજપના ધારાસભ્યને પરસેવો વળી ગયો. ચૂંટણીમાં 5 લાખની લીડથી જીત માટેનો ટાર્ગેટ સી.આર પાટીલે આપ્યો હોવાનું જણાવ્યું. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર…
ADVERTISEMENT
- લોકસભાની ચૂંટણીને લઈને પાટીલના ટાર્ગેટથી ભાજપના ધારાસભ્યને પરસેવો વળી ગયો.
- ચૂંટણીમાં 5 લાખની લીડથી જીત માટેનો ટાર્ગેટ સી.આર પાટીલે આપ્યો હોવાનું જણાવ્યું.
- ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો.
Rajkot News: લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) લઈને ભાજપે (BJP) તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે હાલમાં જ રાજ્યમાં 26 લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. ચૂંટણીને લઈને સી.આર પાટીલે ધારાસભ્યોને મોટા માર્જીનથી જીત માટેના ટાર્ગેટ આપ્યા છે. આ વચ્ચે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padaliya) વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પાટીલે 5 લાખની લીડ માટેનો ટાર્ગેટ આપ્યો હોવાની વાતને લઈને ચિંતામાં દેખાઈ રહ્યા છે.
BJP MLAનો વીડિયો વાઈરલ થયો
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તાજેતરમાં ગોંડલ ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. તેમનો કાર્યકરો વચ્ચેનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે. વીડિયોમાં તેઓ સી.આર પાટીલે લોકસભા માટે આપેલા 5 લાખની લીડના ટાર્ગેટની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, મારે તો થોડુંક અઘરું છે… ધોરાજી ઉપલેટમાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી-ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, પાટીલ સાહેબે કહ્યું જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં તમે મદદ કરજો, જયેશભાઇ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT