રાજકોટ લવ જેહાદ કેસમાં નવો વળાંક, યુવતીએ વિધર્મી ક્રિકેટ કોચ અને માતા-પિતા બંને સાથે રહેવાની ના પાડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં થોડા દિવસ પહેલા સામે આવેલા કથિત લવ જેહાદના કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. ક્રિકેટ કોચિંગ શીખવા જતી યુવતીની વિધર્મી કોચ સાથે મિત્રતા વધતા તે ઘર છોડીને જતી રહી હતી. બાદમાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા યુવતીએ મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું. હવે સમગ્ર કેસમાં ક્રિકેટ કોચ મહેબુબ બુખારીએ યુવતીની કસ્ટડી લેવા માટે હેબિયસ કોપર્સની અરજી કરી હતી.

યુવતીએ કોર્ટમાં અલગ જ રજૂઆત કરતા યુવક સાથે જવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાના માતા-પિતાની અરજી પણ ખોટી હોવાનો દાવો કરીને તેમની સાથે રહેવાનો પણ ઈનકાર કર્યો હતો. તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે, હું નારી સંરક્ષણ ગૃહમાં રહીને મારા કરિયર પર ફોકસ કરવા માંગું છું. જે બાદ કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

માતા-પિતાએ અગાઉ શું આક્ષેપ કર્યા હતા?
વિગતો મુજબ, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે, તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.

ADVERTISEMENT

ઘરમાં ચોરી કરી આરોપીને પૈસા અને દાગીના આપી દેતી
આ સાથે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી પ્રેમી બુખારીએ યુવતીને ફસાવીને તેનું નામ પણ બદલાવી નાખ્યું છે. યુવતી ઘરમાંથી દાગીના અને રોકડની પણ ચોરી કરતી અને તેને મહેબુબ બુખારીને આપી દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બાદ યુવતી કોર્ટમાં પણ હાજર થઈ હતી, જ્યાં તેણે પોતાના માતા-પિતા પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા. મીડિયા સામે યુવતીએ કહ્યું હતું કે, હું મારા મા-બાપના ત્રાસથી 26 તારીખે ઘરેથી નીકળી ગઈ છું. તેઓ મને મારે છે, મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાની કોશિષ કરે છે અને નાનપણથી મને ટોર્ચર કરતા આવ્યા છે, માથામાં છરી મારે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT