‘તારા પોર્ન વીડિયો બોયફ્રેન્ડે મૂક્યા છે’, રાજકોટમાં શંકાશીલ પતિનો સુયાથી પત્ની પર હુમલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટમાં હાલમાં જ સસરા પુત્રવધુ પાસે પોર્ન વીડિયો બનાવવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે હવે વધુ આ પ્રકારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્ની પર તેના ન્યૂડ વીડિયો વાઈરલ થવાનો આરોપ લગાવ્યો અને અડધી રાત્રે સુયાના ઘા માર્યા હતા. દીકરી બચાવવા વચ્ચે પડતા તેને પણ સુયા મારતા માતા અને દીકરી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જે બાદ બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

યુ-ટ્યુબમાં પત્નીનો વીડિયો હોવાની શંકાએ પતિનો હુમલો

વિગતો મુજબ, રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ સોસાયટીમાં રહેતા 45 વર્ષના મહિલા પોતાના ઘરે સુતા હતા. દરમિયાન પતિ હરેશે તેમના પર આરોપ લગાવ્યો કે તારો તારા બોયફ્રેન્ડ સાથે ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બાદમાં શંકા કરીને સુયાના આડેધડ ઘા માર્યા હતા. માતાને બચાવવા માટે 23 વર્ષની દીકરી વચ્ચે આવતા તેને પર પણ પિતાએ હુમલો કર્યો અને બાદમાં ફરાર થઈ ગયો. ઘટના બાદ માતાએ દીકરાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પત્નીએ લઈ આપેલા ફોનથી શરૂ થયો ઝઘડો

ઘટના અંગે મહિલાએ જણાવ્યું હતું કે, પત્નીએ અઠવાડિયા પહેલા પતિને મોબાઈલ લઈ આપ્યો હતો. પતિ ફોનમાં યુ-ટ્યુબ પર વીડિયો જોતો હતો, જેમાં તેને એક પોર્ન વીડિયો મળ્યો. આથી પતિને વીડિયો પત્નીનો હોવાની શંકા ગઈ હતી અને તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોકે ફરિયાદ થતી પોલીસે સમાધાન કરાવ્યું હતું. બાદમાં પરિવારે સ્માર્ટફોન પાછો લઈ લીધો. જોકે બુધવારે રાત્રે હરેશે અચાનક પત્ની સાથે વીડિયો મુદ્દે ઝઘડો શરૂ કર્યો અને સુયાના ઘા પત્નીને મારી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT