Rajkot: પ્રેમ લગ્ન કરવાની તાલિબાની સજા, લાકડી-દોરડાથી યુવક અને યુવતીને પરિજનોએ જાહેરમાં માર માર્યો

ADVERTISEMENT

Rajkot News
Rajkot News
social share
google news

Rajkot News: રાજકોટના ગોંડલમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને જાહેરમાં ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિજનો દ્વારા લાકડી અને દોરડા વડે પ્રેમી અને પ્રેમિકા બંનેને માર મારવામાં આવ્યો હતો. રોડ પર જ જાહેરમાં મારામારીની સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હાલમાં સામે આવી છે. હાલમાં હુમલાનો ભોગ બનનાર યુવક ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બે મહિના પહેલા યુવક-યુવતીએ કર્યા હતા લગ્ન

વિગતો મુજબ, ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર પ્રેમી અને પ્રેમિકાને માર મારવામાં આવ્યો હતો. યુવતીના પરિજનો દ્વારા જ તેને તથા પ્રેમીને લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા. આ બાદ યુવકનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો જ્યાં ધાક-ધમકી આપ્યા બાદ તેને અધવચ્ચે વાહનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિજનો દ્વારા યુવતીનું અપહરણ કરીને લઈ જવામાં આવી હતી. 

યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

હુમલો કરવાની ઘટનામાં યુવતીના જ કાકા, ભાઈ તથા અન્ય વ્યક્તિ હોવાની વિગતો સામે આવી છે. જયારે હુમલોનો ભોગ બનેલા રાજેશ નામના યુવકને હાલમાં ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં યુવક દ્વારા યુવતીના પરિજનો વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT