Rajkot Fire Updates: લોકોની જિંદગી સાથેની 'રમત' બાદ, રહી રહીને રાજ્યમાં આ આદેશ છૂટયા!
Massive fire at gaming zone in Rajkot: સુરતમાં તક્ષશિલાના પાંચ વર્ષ બાદ આજે રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં તેનાથી પણ ભયાનક ઘટના સામે આવી છે. આ ગેમઝોનમાં ભયાનક આગ લાગી જેમાં 24ના મોત થયા છે
ADVERTISEMENT
Massive fire at gaming zone in Rajkot: સુરતમાં તક્ષશિલાના પાંચ વર્ષ બાદ આજે રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં તેનાથી પણ ભયાનક ઘટના સામે આવી છે. આ ગેમઝોનમાં ભયાનક આગ લાગી જેમાં 24ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદનથી ઘટનાસ્થળે કરુણ દૃશ્યો સર્જાયા હતાં. જ્યારે જ્યારે મોટી ઘટના બને છે ત્યાર બાદ જ તંત્રને ભાન થાય છે. આજની અગ્નિકાંડ બાદ હવે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવામાં આવશે, પરંતુ હવે આ પ્રકારના આદેશ શું કામ? શું આ પ્રકારના આદેશથી તે 24 લોકોના જીવ ફરી આવી જશે? ઉપરાંત તક્ષશિલા કાંડમાંથી તમે કશું શીખ્યા જ નથી કે શું? આ પ્રકારના કેટલાક પ્રશ્નો હવે સરકાર સામે કરવામાં આવી રહ્યા છે કારણ કે ઘટના બાદ જ એક્શન લેવામાં આવે છે.
હવે છૂટયા આદેશ....24 લોકોની જિંદગીની કિંમત બસ આટલી?
સુરતમાં જ્યારે તક્ષશિલા કાંડ થયો ત્યારે આદેશ આપવામાં આવ્યા હતા કે ફાયર સેફટી વગર સ્કૂલ કે કલાસિસ નહીં ચલાવી શકો, ઉપરાંત ત્યાર થોડો દિવસ ચેકિંગ પણ કરવામાં આવતું હતું અને જેમ જેમ દિવસ જતાં જાય છે ઘટનાની ગંભીરતા ઓછી થતી જાય છે. એટલે જ તો વારંવાર આ પ્રકારની ઘટનામાં માસૂમના જીવ જતાં રહે છે. હાલ રાજકોટમાં અગ્નિકાંડ થયો છે એટલે આદેશ આપવામાં આવ્યો કે ગેમઝોન બંધ કરી દેવમાં આવશે પણ સાહેબ ફક્ત ગેમઝોનનો સવાલ નથી દુર્ધટનાનું ગંભીરતાનું શું? આ નિર્ણયથી તે લોકોના પરિવારને ન્યાય મળશે કે કેમ?
કાળમુખો સંયોગ: 24 મે તક્ષશિલા અને 25 મે રાજકોટમાં અગ્નિકાંડ, ઘટનાના હત્યારા કોણ?
સળગતા સવાલ
- રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?
- શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ?
- ફાયર સેફ્ટિના સાધનો છે તો આગ કેવી રીતે લાગી?
- ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?
- થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડાં કેમ?
- દોઢ કલાકથી લાગી છે આગ પણ ગેમ ઝોનનો માલિક હજુ પણ ગાયબ?
- ગેમઝોનમાં બધી ગેમની મંજૂરી છે કે કેમ?
- ગેમઝોનમાં લાગેલા ફાયર સેફટીના સાધન શોભાના ગાંઠિયા સમાન?
ADVERTISEMENT
ADVERTISEMENT