રાજકોટમાં નકલી પોલીસકર્મીએ યુવતીને 5 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી, એક ભૂલ કરી અને ભાંડો ફૂટ્યો
Rajkot News: ગુજરાતમાં એક બાદ એક નકલી પોલીસ અને મંત્રીના PA બનીને છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે રાજકોટમાં પોલીસ અધિકારી બનીને ફરતો…
ADVERTISEMENT
Rajkot News: ગુજરાતમાં એક બાદ એક નકલી પોલીસ અને મંત્રીના PA બનીને છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે રાજકોટમાં પોલીસ અધિકારી બનીને ફરતો વધુ એક યુવક ઝડપાયો છે. LCB ક્રાઈમનો માણસ હોવાની ઓળખ આપીને યુવકે એક યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી હતી અને આ બહાને 5 વર્ષ સુધી તેનું શોષણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવચા ચકચાર મચી ગઈ છે.
નોકરીની લાલચ આપી મિત્રતા કરી
વિગતો મુજબ, રાજકોટના કોઠારિયા મેઈન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા યુવક સાથે મુલાકાત થઈ હતી. દેવરાજ ગોહિલ નામના આ યુવકે પોતે ઉદયપુરમાં LCB ક્રાઈમમાં નોકરી કરતો હોવાનું યુવતીને જણાવ્યું હતું અને તેને પણ સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને મિત્રતા કેળવી હતી. બાદમાં યુવતીને કામના બહાને સ્ટાર પ્લાઝાના ઈલેક્ટ્રિક રૂમમાં બોલાવી હતી અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ ધમકી આપી હતી કે તું 5 વર્ષ માટે નોકરી કરવા માટે બંધાયેલી છું અને જો તું ના પાડીશ તો તને અને તારા પિતાને જેલમાં પુરાવી દઈશ. આ કહીને વર્ષોથી યુવતી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો.
ઓફિસમાં આગ લાગતા નામ સામે આવ્યું અને કાંડ ખૂલ્યો
આટલું જ નહીં થોડા દિવસ પહેલા યુવતી જ્યાં કામ કરતી હતી તે ઓફિસમાં આગ લાગી હતી. જેની પોલીસ તપાસમાં દેવરાજ ગોહિલ જ હોવાનું સામે આવ્યું હતું. જેણે યુવતીની ઓફિસમાં પહોંચીને આગ લગાવી દીધી હતી જેની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે પોલીસે આરોપીની અટક કરી હતી. જે બાદ યુવતીએ પોતાની સાથે થયેલા અત્યાચારની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવતા આખરે દુષ્કર્મના ગુનાની પણ તપાસ શરૂ કરાઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT