રાજકોટમાં BRTS બસનું ભાડું જાહેરાત વિના જ બે ગણું સુધી વધી ગયું, મુસાફરોની હાલત કફોડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટવાસીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. BRTS બસમાં મુસાફરી કરવા માટે હવે લોકોએ બમણું ભાડું ચૂકવવું પડશે. રાજકોટ મહાનગરપાલિકાએ કોઈ જાહેરાત કર્યા વિના જ BRTSનું ભાડું દોઢથી ડબલ ગણા સુધી વધારી નાખ્યું છે. જેના કારણે સ્ટેશન પર પહોંચીને ટિકિટ લેતા જ મુસાફરોને ઝાટકો લાગ્યો હતો.

15ની ટિકિટ રાતો રોત 25ની થઈ ગઈ

ઝી 24 કલાકના અહેવા મુજબત, રાજકોટમાં માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરીનું ભાડું વધારી દેવાયું છે. આ રૂટ પર પહેલા 15 રૂપિયા ભાડું હતું જે હવે વધારીને 25 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તો આવી જ રીટે ટૂંકા રૂટનું જે ભાડું 7 રૂપિયા હતું તેને પણ વધારીને 15 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અચાનક જ ભાડામાં આટલો તોતિંગ વધારો થતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરો પણ નારાજ જોવા મળી રહ્યા છે.

રીક્ષા કરતા બસનું ભાડું વધારે

ખાસ વાત એ છે કે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી ઓટોમાં જવા માટે 20 રૂપિયા ભાડું છે, જ્યારે BRTSમાં જવા માટે રૂ.25ની ટિકિટ લેવી પડશે. આ ભાવવધારા પાછળ વિચિત્ર કારણ આપવામાં આવી રહ્યું છે અને છુટા રૂપિયાની રોજ સમસ્યા થતી હોવાના કારણે તેને વધારી દેવાનું કહેવાયું છે, જે બહાનું મુસાફરોના ગળે ઉતરી રહ્યું નથી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT