નકલી બિયારણનો મુદ્દો ઉઠાવનારા BJP સાંસદ બન્યા ઓનલાઈન ફ્રોડનો શિકાર, કાર્યકર બની ગઠિયાએ પૈસા પડાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજ્યમાં હાલના સમયમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. સામાન્ય માણસથી લઈને રાજકીય નેતાઓ પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. હવે ભાજના સાંસદ પણ આમાંથી બાકાત રહી શક્યા નથી. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે અને ભાજપના કાર્યકર હોવાનું કહીને ગઠિયાએ તેમની પાસેથી પૈસા પડાવી લીધા હોવાની માહિતી સામે આવી રહી છે.

ભાજપ સાંસદે કરી ઓનલાઈન ફ્રોડની વાત

રાજકોટમાં ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ પોતે સાઈબર ક્રાઈમનો શિકાર બન્યા છે. તેમણે કહ્યું, એક ગઠિયાએ ભાજપના કાર્યકર હોવાનું કહીને તેમને ફોન કર્યો અને પિતાનું મૃત્યુ થયું હોવાનું જણાવી સહાય માંગી હતી. આથી સાંસદ રામ મોકરિયાએ સામેની વ્યક્તિના ખાતામાં ઓનલાઈન 15000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે વ્યક્તિની તપાસ કરી તો લોકેશન છત્તીસગઢમાં હોવાનું સામે આવ્યું હતું. સાંસદ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા પોલીસને આ અંગે સૂચના આપવામાં આવી હતી.

પોલીસે ગઠિયાને શોધવા તપાસ શરૂ કરી

સાંસદ સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બનતા પોલીસ એક્શનમાં આવી હતી અને ગઠિયાની તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી સાંસદને છેતરનાર ગઠિયા વિશે જાણકારી સામે આવી નથી. ત્યારે હવે પોલીસ તપાસ બાદ જ સાંસદને ફોન કરીને કોણે પૈસા પડાવ્યા તે અંગે વધુ માહિતી મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT