રાજકોટમાં BJP નેતાના પુત્રનો ધો.5ની વિદ્યાર્થિની કપડા ઉતારી દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની દુષ્કર્મના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપના નેતા વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધોરણ 5માં અભ્યાસ કરતી…
ADVERTISEMENT
Rajkot News: રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની દુષ્કર્મના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપના નેતા વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિના કપડા ઉતારીને અડપલાં કર્યા હોવાના આરોપ લાગ્યા છે અને તેની સામે ફરિયાદ નોંધાઈ છે.
વિદ્યાર્થિનીને સાથે લઈ જઈને કપડા ઉતારી નાખ્યા
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાજપના આગેવાન અને સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ‘કંઈક બતાવું’ કહીને પોતાની સાથે લઈ જઈને પકડા ઉતારી નાખ્યા હતા. જોકે ગભરાયેલી વિદ્યાર્થિનીએ બુમાબુમ કરતા ભાવિને તેને વાળ ખેંચીને માર માર્યો હતો. જે બાદ તેની સામે અડપલાં અને દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે કરી આરોપીની ધરપકડ
ભાજપના નેતાનો પુત્ર ભાવિન કારિયા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ફરિયાદ નોંધાયા બાદ ભક્તિનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપના નેતાના પુત્ર પર જ આ પ્રકારના ગંભીર આરોપો લાગતા રાજકોટમાં રાજકારણ ગરમાયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT