Rajkot: અગ્નિકાંડના આરોપી ધરપકડ થતા ભાજપ નેતાની ઊંઘ ઉડી! ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં જઈને મળ્યા

ADVERTISEMENT

Rajkot News
મનસુખ સાગઠિયાની ફાઈલ તસવીર
social share
google news

Rajkot News: રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે ACB દ્વારા બેનામી સંપત્તિનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાગઠિયા પાસેથી પહેલા 10 કરોડ અને બાદમાં તેની સીલ કરેલી ઓફિસની તપાસમાંથી વધુ 18 કરોડ મળી આવતા હતા. હવે સાગઠિયા સાથે ભાજપના જ સીનિયર નેતાની સાંઠગાંઠ હોવાનો ધડાકો થયો છે. રિપોર્ટ્સ મુજબ, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સીનિયર આગેવાન રમેશ રૂપાપરા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મનસુખ સાગઠિયાને મળ્યા હતા.

ભાજપના કયા નેતા સાગઠિયાને મળ્યા?

ભાજપના સીનિયર આગેવાન રમેશ રૂપાપરાની સાથે વોર્ડ નં.1ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા પણ સાગઠિયાને મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં બંનેએ સાગઠિયા સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું રમેશ રૂપાપરાએ સાગઠિયાને ફોડવાનો પ્રયાસ કર્યો? શું રૂપાપરા પોતાનું અને ભાજપના નેતાઓનું નામ ન ખૂલે તે માટે સાગઠિયાને મળ્યા? અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ એક પૂર્વ ધારાસભ્યની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. 

સાગઠિયા પાસેથી ફાઈલો પાસ કરાવી નેતાઓ કરતા કમાણી?

નોંધનીય છે કે, આ પહેલા મંગળવારે મનસુખ સાગઠિયાની ઓફિસે દરોડા પડ્યા હતા. જેમાંથી તિજોરીમાંથી 15 કરોડના સોનાના દાગીના તથા બિસ્કીટ, 2 લાખની ચાંદી, 8.50 લાખના હીરા જવેરાત, 3 કરોડ રોકડા સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યારે આગામી સમયમાં સાગઠિયાના અન્ય ઠેકાણા પર ACBની તપાસમાં બેનામી સંપત્તિના અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે સાગઠિયાની ભાજપના નેતાઓ ફાઈલો પાસ કરાવીને સાઠ-ગાઠથી કરોડો રૂપિયા કમાતા હતા અને તેમાંથી સાગઠિયાને પણ હિસ્સો મળતો હતો. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT