Rajkot: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ભાજપના હોદ્દેદારોને ટ્રાફિક પોલીસે ભણાવ્યો પાઠ, કાર જપ્ત કરી
Rajkot News: રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ભાજપના કાર્યકરોને ટ્રાફિક પોલીસે પાઠ ભણાવ્યો હતો. હકીકતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કિસાન પરા ચોકમાં નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને રોકીને દંડ કરી રહી હતી.
ADVERTISEMENT
Rajkot News: રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ભાજપના કાર્યકરોને ટ્રાફિક પોલીસે પાઠ ભણાવ્યો હતો. હકીકતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કિસાન પરા ચોકમાં નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને રોકીને દંડ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી ભાજપના હોદ્દેદારોની કારનો કાફલો નીકળ્યો હતો. જોકે કારમાં નંબર પ્લેટ ન હોવાથી અને કાળા કાચ હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા.
નંબર પ્લેટ વિનાની ભાજપ હોદ્દેદારની કાર જપ્ત
કિસાન પરા ચોકમાં ટ્રાફિક ડીસીપી પોતે હાજર હતા. ત્યાંથી ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટવાળીને કાર નીકળતા ટ્રાફિક પોલીસે તેને અટકાવીને જપ્ત કરી લીધી હતી. કારમાં ભાજપના હોદ્દેદારોની નેમ પ્લેટ પણ મૂકેલી હતી. જોકે પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા અને પોલીસ સાથે જ બોલાચાલી કરવા લાગ્યા હતા. કાર જપ્ત થયા બાદ બક્ષી પંચ મોરચાના વડા સહિત ફોન ચાલુ થયો હતો.
ACPએ સ્પષ્ટ કહી દીધું- કાયદો બધા માટે સરખો
ભાજપના કાર્યકરોએ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ પર પણ સ્થળ પર દંડ લેવા માટે દબાણ કર્યું હતું, પરંતુ પોલીસે જપ્ત કરેલી કારને ટૉ કરી લીધી હતી. ભાજપના કાર્યકરોએ કાર છોડવા માટે રાજકીય ભલામણોનો વરસાદ કર્યો હતો. સવાલ એ છે કે શું નિયમો ભાજપના કાર્યકરોને લાગુ પડતા નથી? સમગ્ર ઘટના ક્રમનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિક ACPએ ભાજપના કાર્યકરોની વિનંતી પર સ્પષ્ટ કરી દીધું હતું કે, નિયમો દરેક માટે સમાન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT