રાજકોટમાં 8 વર્ષની બાળકીની હત્યા કરનારા 3 ઝડપાયા, પિતા સાથે દારૂ પાર્ટી કરનારો જ નીકળ્યો આરોપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ગુમ થઈ ગયેલી 8 વર્ષની બાળકીની પથ્થરના ઘા ઝિંકીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રમતા રમતા અચાનક શેરીમાંથી બાળકી ગુમ થયા બાદ લાશ મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ બાળકીના પિતાના મિત્રો હોવાનું સામે આવ્યું છે.

બાળકીની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી

રાજકોટના લક્ષ્મીનગરમાં પરપ્રાંતિય પરિવારની 8 વર્ષની બાળકી શેરીમાં રમતા સમયે રાત્રે અચાનક ગાયબ થઈ ગઈ હતી. જેની બીજા દિવસે ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક જાળીઓમાંથી નિર્વસ્ત્ર હાલતમાં માથું છૂંદેલી હાલતમાં લાશ મળી હતી. હત્યા મામલે તપાસ દરમિયાન પોલીસને સીસીટીવીમાં બાળકી સાથે પિતાનો મિત્ર દેખાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે મિથિલેશ નામના આ વ્યક્તિને પકડીને તેની પૂછપરછ કરતા તેણે વટાણા વેર્યા હતા.

પિતા સાથે દારૂ પાર્ટી કરનારો જ આરોપી નીકળ્યો

યુવકે જણાવ્યું હતું કે, બાળકીના પિતા સાથે દારૂની મહેફિલો માણતા સમયે તેના મિત્રોની દાનત બાળકી પર બગડી હતી. આથી તેનું અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં અગાઉથી બે શખ્સો હાજર હતા. તમામે બાળકી પર સામુહિક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ બુમાબુમ કરતા નરાધમોએ તેને પાછા જવા દેશે તો પકડાઈ જવાના ડરથી પથ્થરના ઘા ઝિંકીને હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT