Rajkot: ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેકથી મોત, ઘરે જમતા-જમતા ઢળી પડ્યો

ADVERTISEMENT

Rajkot News
Rajkot News
social share
google news

Rajkot News: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતની શંકાસ્પદ ઘટના આવી છે. રાજકોટમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકનું જમતા જમતા બેભાન થયા બાદ મોત થઈ ગયું. બાળકને બે દિવસથી બીમારી હતી આથી તેને ખાનગી ક્લિનિકમાં દવા લીધી હતી. અચાનક બાળકના મોતથી પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા.

પૂર્વાંગને બે દિવસથી ઝાડા-ઊલટી હતા

વિગતો મુજબ, રાજકોટમાં ધોરણ 4માં અભ્યાસ કરતા પૂર્વાંગ ધામેચા નામના બાળકનું મોત થયું છે. પૂર્વાંગને બે દિવસથી ઝાડા-ઉલટી હતા. આથી તેની ખાનગી ક્લિનિકમાં દવા લીધી હતી. તે પોતાના ઘરે જમવા બેઠો હતો આ દરમિયાન ત્યારે ઉલટી થતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી પરિજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર પહેલા મોત

જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પૂર્વાંગનું મોત નિપજ્યું હતું. બાળકનું મોત હાર્ટ એટેકથી નીપજ્યું હોવાનો તબીબોનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

ADVERTISEMENT

નાની વયે હાર્ટ એટેકની ઘટનાથી ચિંતા

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતમાં હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. નાની વયના યુવાનોને કોઈને ઘરે જમતા જમતા તો કોઈને રમતના મેદાનમાં ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત થયા હતા. જેના ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા હતા. હવે વધુ એક નાની વયના બાળકના મોતથી ફરી એકવાર હાર્ટ એટેકની વધતી ઘટનાએ ચિંતા જગાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT