રાજકોટમાં અંધશ્રદ્ધામાં માતાએ ગુમાવ્યું બાળક, અગરબત્તીના ડામ આપતા 24 દિવસના માસુમનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: જામનગર બાદ હવે રાજકોટમાં પણ અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 દિવસના એક માસુમ બાળકનું માતાની ભૂલના કારણે મોત નિપજ્યું છે. બાળકને પેટના ભાગમાં અગરબત્તીના ડામ આપતા તેની તબિયત લથડી હતી અને બાદમાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો જ્યાં તેનું મોત થઈ ગયું.

રડતા બાળકને શાંત કરવા ભૂવા પાસે સલાહ માગી હતી

વિગતો મુજબ, રાજકોટના જેતપુરમાં સરધારપુર ગામે રહીને ખેતમજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં 24 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. પ્રસુતિ બાદ ગુડ્ડીબેનને ધાવણ ન આવતા નવજાત બાળક સતત રડ્યા કરતું હતું. આથી પુત્રને શાંત કરવા માટે તેમણે મધ્ય પ્રદેશમાં ભૂવાને ફોન કરીને બાળકને શાંત રાખવા માટે સલાહ માગી હતી.

ભૂવાએ અગરબત્તીના ડામ આપવાની સલાહ આપી

ભૂવાએ ફોનમાં બાળકને શાંત રાખવાનો ઉપાય આપતા કહ્યું કે, બાળકને પેટના ભાગે અગરબત્તીના ડામ આપો તો તે શાંત થઈ જશે. આથી ગુડ્ડીબેને અગલબત્તીથી બાળકના પેટના ભાગે બે ડામ દીધા હતા. પરંતુ આ બાદ બાળકની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT